
દાહોદ લાઈવ ડેસ્ક…..
હિરેન પટેલ મર્ડર કેસ તેમજ ભ્રષ્ટાચારમાં લુપ્ત હોવાના આક્ષેપો સાથે ચર્ચામાં આવેલી ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસ કાઉન્સિલરે કરી આત્મહત્યા,અત્યંત નાજુક હાલતમાં વડોદરા ખાતે ખસેડાયેલા સુધરાઇ સભ્યનો વડોદરાના ખાનગી હોસ્પિટલમાં મોતથી ઝાલોદના રાજકારણમાં ખળભળાટ,પરિવારજનોમાં માતમ છવાયું
ઝાલોદ તા.21
ઝેરી દવાા ગટગટાવીઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરનાર કોંગી કાઉન્સિલરનો ફાઈલ ફોટો
ઝાલોદ નગર પાલિકાના કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા, આજે બપોરે માંડલેશ્ચર મહાદેવ જઈ અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર નગરમાં હાહાકાર મચ્યો હતો. કાઉન્સિલરની હાલત નાજુક જણાતા તેઓને તાબડતોડ એમ્બ્યુલન્સ મારફતે વડોદરાના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થતા એક તરફ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.જ્યારે બેન પટેલ મર્ડર કેસની ચર્ચામાં આવેલી ઝાલોદ નગરપાલિકાના રાજકારણમાં ગરમાવાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યા બાદ પાલિકાનું રાજકારણ ગરમાયું હતું. અને આ હત્યાકાંડમાં પાલિકામાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારથી લઇ ને પાલિકાનું રાજકારણ જ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે, આજ શનિવારના રોજ ઝાલોદ ના કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા માંડલેશ્ચર મહાદેવ મંદિર ખાતે જઈ ને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર નગરમાં ચર્ચા ના ચકડોળે ચડી હતી.
પાલિકાનો કાઉન્સિલર અંતિમ અગ્રવાલ આજે પોતાની ઓફિસના કર્મચારીને પોતે મંડલેશ્વર મહાદેવ જઇ અને આરામ કરશે એવું આજ શનિવારે બપોરે કહ્યું હતું. અને ત્યાર બાદ અંતિમ એ માંડલેશ્ચર મહાદેવ જઈ અને ઝેરી દવા ગટગટાવી હતી. અને ત્યાંથી જ પોતાના કાઉન્સિલર મિત્ર તથા અન્ય એક સગાવ્હાલા ને પોતે ઝેરી દવા ગટગટાવી હોવાની વાત કરી હતી. આ બાદ કાઉન્સિલર પોતે માંડલેશ્ચર જઈ અને તેને ખુબ જ કફોડી હાલતમાં ઝાલોદના ખાનગી દવાખાને દાખલ કર્યો હતો. ત્યાંથી તેને વધુ સારવારઅર્થે એમ્બ્યુલ્સ મારફતે વડોદરાના સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા ઝાલોદના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.