Saturday, 23/11/2024
Dark Mode

ફતેપુરા:કોરોના સંક્રમણ વધવા પામતા પંથકમાં ભરાતા હાટબજારો બંધ કરવાનો નિર્ણય કરાયો

ફતેપુરા:કોરોના સંક્રમણ વધવા પામતા પંથકમાં ભરાતા હાટબજારો બંધ કરવાનો નિર્ણય કરાયો

વિનોદ પ્રજાપતિ,શબ્બીર સુનેલવાલ:- ફતેપુરા

ફતેપુરા તેમજ સુખસરમાં ભરાતા હાટ બજાર બંધ રાખવામાં આવ્યો, કોરોના ના વધતા જતા કેસના કારણે નિર્ણય લેવાયો,હાટ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા નિર્ણય લેવાયો

ફતેપુરા તા.20

ફતેપુરામાં કોરોનાના કેસ ડગલેને પગલે વધી રહ્યા છે.હાલમાં જ કોરોના નવા દસ થી અગિયાર કેસ નોંધાયા છે ત્યારે આજરોજ ફતેપુરા મામલતદાર પી એન પરમાર સાહેબ હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો ફતેપુરા નગરમાં શનિવારે હાટ બજાર ભરાય છે બજારમાં અલગ-અલગ ગામથી લોકો વેપાર અર્થે આવે છે બજારમાં મોટી સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેના કારણે કોરોના નું સંક્રમણ વધવાની સંભાવના છે ત્યારે આજરોજ ફતેપુરા તાલુકાના મામલતદાર પી એન પરમાર સાહેબ એ શનિવારે ભરાતા હાટ બજાર અને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો જેમાં વેપાર અર્થે આવતા વેપારીઓને ન આવવા માટે અપીલ કરી હતી તો ફતેપુરા નગરમાં તેમજ નગરની આજુબાજુ ના લોકોને પણ શનિવારે ભરાતા હાટ બજારમાં ન આવવા માટેની અપીલ કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ મોઢા પર માસ્ક અને હાથને સેનેટાઈઝર વારંવાર કરવા અપીલ કરી હતી ફતેપુરા તેમજ ફતેપુરા તાલુકાના સુખસર ગામે ગુરૂવારે ભરાતા હાટ બજારમાં સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે બંને જગ્યાએ હાટ બજાર ન ભરાય તે માટે બંને પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવામાં આવી છે સરકારી ગાડી લઈને ચુસ્તપણે પાલન થાય અને વેપારીઓ ચુસ્તપણે સરકારી ગાઇડ લાઇન નું પાલન કરે અને સરકારી ગાઇડલાઇન મુજબ વેપાર વેપાર કરે તેવી અપીલ કરવામાં આવી હતી

error: Content is protected !!