Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ:શહેરના દોલતગંજ બજારમાંથી રેંકડામાં સંતાડીને લઇ જવાતો અખાદ મહુડાનો જથ્થો ઝડપાયો:પોલિસે 16 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો

દાહોદ:શહેરના દોલતગંજ બજારમાંથી રેંકડામાં સંતાડીને લઇ જવાતો અખાદ મહુડાનો જથ્થો ઝડપાયો:પોલિસે 16 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૨૮

દાહોદ તાલુકાના નાની સારસી ગામના મંદિર ફળિયામાં રહેતા શનિભાઈ દીતયાભાઈ માવી પોતાના કબજાનો રેકડોલઈ ગતરોજ બપોરના સમયે દાહોદ શહેરના દોલતગંજ બજારમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પેટ્રોલીંગમાં નીકળેલ દાહોદ શહેર પોલીસ ને તે રેકડો શંકાસ્પદ લાગતા પોલીસે રેકડો રોકી તેની તલાસી લેતા રેકડામાંથી રૂપીયા ૧૬,૮૦૦ ની કિંમતના કુલલ૨૮૦ કિ.ગ્રામ વજનના પાસ પરમીટ વગરના અખાદ્ય મહુડાના થેલા નંગ.૭ પકડી પાડી પોલીસે તેની અટક કરી સદર મહુડાના ફુલની પાસ પરમીટની માંગણી કરતાં તેને પાસ પરમીટ ન હોવાનું જણાવ્યું હતુ. ઉપરોક્ત મહુડાના ફુલ કોના ત્યાંથી ભરી કોને પહોંચાડવાના હોવાનું સદર અખાદ્ય મહુડાના ખુલ દાહોદ અગ્રવાલ સોસાયટીમાં રહેતા પીયુષભાઈ રવિન્દ્રકુમાર અગ્રવાલને ત્યાંથી લાવી દાહોદ કન્યા આશ્રમની સામે ચાકલીયા રોડ પર રહેતા ઘનશ્યામભાઈ રામચંદ્ર પ્રેમજાનીને પહોંચાડવા જઈ રહ્યો હોવાનું જણાવતા આ સંબંધે દાહોદ શહેર પોલીસે નાની સારસી ગામના રેકડાનાં ચાલક સનીભાઈ માવી, દાહોદ અગ્રવાલ સોસાયટીમાંરહેતા પીયુષભાઈ રવિન્દ્રભાઈ અગ્રવાલ અને દાહોદ કન્યા આશ્રમ સામે ચાકલીયા રોડ પર રહેતા ઘનશ્યામભાઈ રામચંદ્ર પ્રેમજાની વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

——————————-

error: Content is protected !!