Saturday, 20/04/2024
Dark Mode

દાહોદમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો:આજે વધુ 12 નવા દર્દીઓના ઉમેરા સાથે કોરોનાનો કુલ આંક 1869 ને પાર થયો

દાહોદમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો:આજે વધુ 12 નવા દર્દીઓના ઉમેરા સાથે કોરોનાનો કુલ આંક 1869 ને પાર થયો

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.09

શીયાળાના આગમન સાથે દાહોદમાં ફરી કોરોના માથું ઉચકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે એક સાથે જિલ્લામાં 12 કોરોના સંક્રમણના પોઝીટીવ કેસ સામે આવતાં પ્રજાજજનોમાં ફફડાટ ફેલાયો છે. આ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1869 ને પાર પહોંચી ગયો છે.

આર.ટી.પી.સી.આર.ટેસ્ટના 291 પૈકી 08 અને રેપીટ ટેસ્ટના 1440 પૈકી 04 એમ કુલ આજે 12 કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે. આ 12 પૈકી દાહોદમાંથી 06 કેસો અને ઝાલોદમાંથી

શું વધી રહેલા વજનથી તમે ચિંતિત છો?  તો આજે જ સંપર્ક કરો :- GREEN NUTRIZON

06 અને કેસનો સમાવેશ થાય છે. આજે 04 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતા એક્ટીવ કેસની સંખ્યા 64 પર પહોંચી ગઈ છે. બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા એક વધીને ૭૫ પર પહોંચી છે. આમ, દાહોદમાં છેલ્લા બે – ત્રણ દિવસથી ફરીવાર કોરોના સંક્રમણનો કેર વધતાં કેસો વધારે જાેવા મળી રહ્યા છે ત્યારે સંબંધિત આરોગ્ય તંત્રની કામગીરીમાં ફરી વધાતો પણ થયો છે. બીજી તરફ ગણતરીના દિવસો બાદ દિવાળીનો તહેવાર પણ આવતો હોય છે જેમાં જાહેર જનતાએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી કોરોના સંક્રમણથી બચવા તમામ નીયમોનું પાલન કરવામાં આવે તે અત્યંત આવશ્યક બની રહ્યું છે.

———————————-

error: Content is protected !!