Thursday, 11/08/2022
Dark Mode

લોભને થોબ નહિ….ફતેપુરાના ભીતોડીના યુવકે ફેસબુક પર લોભામણી લાલચના મોહમાં આવી ત્રીસ હજાર ગુમાવ્યા,”ઉલ્ટા ચોર કોટવાલને દંડે”તેમ બેંકમાં વધુ નાણાં ભરપાઇ ન કરતા ગઠિયાઓ દ્વારા યુવાનને અપાતી ધમકીઓ!

લોભને થોબ નહિ….ફતેપુરાના ભીતોડીના યુવકે ફેસબુક પર લોભામણી લાલચના મોહમાં આવી ત્રીસ હજાર ગુમાવ્યા,”ઉલ્ટા ચોર કોટવાલને દંડે”તેમ બેંકમાં વધુ નાણાં ભરપાઇ ન કરતા ગઠિયાઓ દ્વારા યુવાનને અપાતી ધમકીઓ!

  બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ભીતોડી ગામના યુવાનને મોટરસાયકલ વેચાણ આપવાના બહાને રૂપિયા ૩૦ હજારની છેતરપિંડી: ફેસબુક ઉપર જાહેરાત આપી મોટરસાયકલના વોટ્સએપ ઉપર ફોટા મોકલી,બેંકમાં નાણાં ભરપાઇ કરવી નાણા ઉઠાવી ગઠિયાઓ દ્વારા યુવાનને અપાતી ધમકીઓ!

( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૯

લોભને થોભ ન હોય,પરંતુ ધુત વિદ્યા દ્વારા ધુતી જતા ધુતારાઓ પોતાની આવડતથી માયા જાળ બિછાવી ભલભલાને ગુમરાહ કરી લૂંટી લેવાના અવાર-નવાર કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. તેમ છતાં કેટલાક અતિ લોભી લોકો અગાઉ બની ચૂકેલા કિસ્સાઓને નજર અંદાજ કરી જાણે લૂંટાઈ જવા તૈયાર હોય તેમ આસાનીથી લૂંટાઇ રહયા છે.અને તેવો જ બનાવ ફતેપુરા તાલુકાના ભીતોડી ગામનો યુવાન મોટરસાયકલ વેચાણ માટે ફેસબુક ઉપર આપેલ જાહેરાતના આધારે મોટરસાયકલ ખરીદ કરવાના લોભમાં ત્રીસ હજાર રૂપિયા ગુમાવી બેઠો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભીતોડી ગામના રમેશભાઈ વીરસીંગભાઇ પારગી ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.જેઓએ ૧૫ ઓક્ટોબર-૨૦૨૦ ના રોજ પોતાના મોબાઈલમાં ફેસબુક ઉપર મોટરસાયકલ વેચાણ કરવાની હોવા બાબતની જાહેરાત વાંચી આપેલ મોબાઈલ નંબર-૮૨૬૦૯૧૭૧૧૪ ઉપર કોલ કરતા સામેથી હિન્દી ભાષામાં વાત કરી જણાવેલ કે,હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ અમારે વેચાણ આપવાની છે.અને તમારે ખરીદ કરવી હોયતો અમો ગાડીના ફોટા તમને વોટ્સએપ ઉપર મોકલી આપીએ.તેમ જણાવી મોટર સાયકલના ફોટા વોટ્સઅપ ઉપર મોકલી આપેલ.તેમાં આ મોટર સાયકલનો રજીસ્ટ્રેશન નંબર-જીજે.૦૫-ઇટી.૬૫૯૯ જણાયેલ.તેમજ આ નંબરની મોટરસાયકલની આર.સી.બુક વોટ્સઅપ દ્વારા મોકલાવેલ.તેમાં આ ગાડીના માલિક ભાવેશભાઈ નંદલાલ ભાઈ જેઓ સુરત જહાંગીરપુરા ગામના વતની હોવા બાબતે આરસીબુકમાં જણાયેલ.આ ગાડીની ફોટામાં કન્ડિશન જોતા સારી જણાતા રમેશભાઈ પારગીને આ ગાડી પસંદ પડતા આગાડીની કિંમત પૂછતા તેની કિંમત ત્રીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલ.ત્યારબાદ સામેવાળા વ્યક્તિએ મોબાઈલ દ્વારા જણાવેલ કે, તમો ડીલેવરી ચાર્જના રૂપિયા ૨૪૦૦/- ખાતા નંબર-૧૬૨૩૦૧૫૦૮૫૩૧.આઇ.સી.આઇ.સી.આઈ બેંકના ખાતામાં મોકલી આપો તેમ જણાવી તમારી ગાડી સુરતથી ડીલીવરી કરાવી દીધેલ હોવાનું જણાવેલ.ત્યારબાદ મોબાઇલ નંબર-૮૩૯૭૮૩૪૫૯૪ થી જણાવેલ કે,ગાડી લોડ થઈ ગઈ છે, તમો રૂપિયા ૩,૬૦૦/- ભરો નું જણાવી બેંક ખાતામાં નાણાં ભરાવ્યા બાદ રૂપિયા ૧૩૦૦૦/- અને ત્યારબાદ રૂપિયા ૧૧,૦૦૦/- ઉપરોક્ત બેંક ખાતામાં જમા કરાવડાવી કુલ રૂપિયા ૩૦,૦૦૦/- હજાર સામેવાળા વ્યક્તિઓએ ઉપાડી લીધેલ.ત્યારબાદ નાણાં ભરપાઇ કરાવ્યા તે જ દિવસે સાંજના મોડા સુધી મોટરસાયકલ મળી જશે નું સામેવાળાઓએ આશ્વાસન આપતા મોડી રાત્રી સુધી મોટરસાયકલ નહીં મળતા ફરીથી ઉપરોક્ત મોબાઈલ નંબર ઉપર કોલ કરતા સામાવાળા વ્યક્તિઓએ જણાવેલ કે,હજી બીજા રૂપિયા ૯૦૦૦/- ભરો તોજ તમને મોટરસાયકલ મળશે.નહીં તો અમો તમારા ઉપર પોલીસમાં કમ્પ્લેન આપીશુંની ધમકીઓ આપવાની ચાલુ કરેલ.જેથી રમેશભાઈ પારગીનાઓને મોટરસાયકલ વેચાણ આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે ભાન થતાં પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી.અને ઉપરોક્ત બાબતે રમેશ વીરસીંગ ભાઈ પારગીનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે. આમ,કેટલાક લોકો હાથે કરીને ભેજાબાજોના શિકાર બની રહ્યા છે.તેમ છતાં અન્ય લોકો તેના ઉપરથી શીખ મેળવતા નથી અને ‘આ બેલ મુજે માર’ ની નીતિ અપનાવતા હોય ત્યારે તેઓ ને સમજાવવા કયો રસ્તાઓ અપનાવવો તે સમજાઈ શકતું નથી.

error: Content is protected !!