Thursday, 25/04/2024
Dark Mode

ગરબાડા:ભારે બફારા બાદ વાતાવરણમાં આવ્યો પલટો:બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ટાઢક પ્રસરી

ગરબાડા:ભારે બફારા બાદ વાતાવરણમાં આવ્યો પલટો:બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ટાઢક પ્રસરી

 વિપુલ જોષી :- ગરબાડા 

 ગરબાડા તા.19

ગરબાડામાં  સોમવારના દિવસે બપોર બાદ ચાર સાડા ચાર વાગ્યાના અરસામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

અગાઉ પણ બે-ત્રણ દિવસ પહેલા ગરબાડા તાલુકામાં અડધા કલાકના ભારે વરસાદના પગલે  ગરબાડા તાલુકામાં ત્રણ અલગ અલગ સ્થળે આકાશી વીજળી પડી હતી.નવા ફળિયા નઢેલાવ અને સીમલયામાં જેમાં નઢેલાવ ગામે વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજળી પડતાં ૧૨ વર્ષીય આષિશનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.બીજી તરફ સીમળીયા ગામે પણ વીજળી પડતાં ટ્રેકટર ની ટોલીમાં ભરેલ  ઘાસ બળી ગયું હતું.જ્યારે પાંચ લોકો ને વીજળી પડવાથી ગંભીર ઈજાઓ થઈ હતી અને

તાલુકાના નવા ફળિયા ખાતે પણ વીજળી પડવાથી મોરી લાલાભાઇ મલાભાઈ પગના ભાગે ઇજા થયેલ જ્યારે બે બળદ નું પણ વીજળી પડવાથી મૃત્યુ થયેલ છે.આમ સમગ્ર તાલુકામાં ભારે વરસાદને કડાકા-ભડાકા સાથે ભયંકર વીજળી થતા એક વ્યક્તિનું મોત થયું હતું.જ્યારે છ જેટલા લોકોને વીજળીથી થતી ઇજાઓ થઇ હતી અને બે બળદો ના પણ મોત નિપજ્યા હતા.જ્યારે હાલમાં ચાર સાડા ચાર વાગ્યાના સુમારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી.જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

error: Content is protected !!