Friday, 19/04/2024
Dark Mode

દાહોદ:યુપીના હાથરસમાં બનેલા ચકચારી બનાવના વિરોધમાં દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને સુુપરત કર્યો

દાહોદ:યુપીના હાથરસમાં બનેલા ચકચારી બનાવના વિરોધમાં દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને સુુપરત કર્યો

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૨

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ૧૯ વર્ષીય યુવતી સાથે નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને ઢોર માર મારતાં ૧૪ દિવસ બાદ યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંની ઘટનાથી સમગ્ર દેશમાં હાલ ભારે વિરોધ વંટોળ ચાલી રહ્યો છે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને સુુપરત કરી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ભારતની બેટીઓ સામુહિક બળાત્કાર તેમજ મર્ડરના દોષીઓને ફાંસી આપવામાં આવે તેવી રજુઆત સાથે ઉત્તપ્રદેશના જ બીજા બળાત્કારના કિસ્સાઓએ અને ગુજરાતના સાંબરકાંઠા જિલ્લાના ૨ અને અમદાવાદ, જામનગરમાં પણ બળાત્કારના કિસ્સાઓએ ચિંતા ઉપજાવી છે. બેટીઓ ઉપર બળાત્કારના કિસ્સાઓ વધવા માંડ્યા છે. આવા દુષ્કર્મ કરનાર નરાધમો બેખોફ ફરી રહ્યા છે અને તે ચિંતાનો વિષય છે. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, હાલની સરકારમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ ખાડે પડ્યા હોવાના પણ આક્ષેપો કર્યા હતા અને આવા સમયે અને આવા આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!