Thursday, 30/11/2023
Dark Mode

દે.બારિયામાં ભાજપ-કોંગ્રેસ માટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કપરા ચઢાણ:ભાજપના પૂર્વ અગ્રણી,પૂર્વ કાઉન્સિલર, તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ “આમ આદમી પાર્ટી”માં જોડાતા રાજકારણમાં ખળભળાટ

દે.બારિયામાં ભાજપ-કોંગ્રેસ માટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કપરા ચઢાણ:ભાજપના પૂર્વ અગ્રણી,પૂર્વ કાઉન્સિલર, તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ “આમ આદમી પાર્ટી”માં જોડાતા રાજકારણમાં ખળભળાટ

  મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દે.બારીયા તા.13

 દેવગઢ બારિયા શહેરના જુના ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ કોર્પોરેટર એવા અશોકભાઈ રાણા તથા દિલીપભાઈ નાયક પૂર્વ કાઉન્સિલર એ સાથે સાથે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આજરોજ આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાતા બારીઆ નગરમાં રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા કિરણબેન આચર્ય , પ્રદેશ સંગઠન મંત્રી મધ્ય ગુજરાત નાં અર્જુન ભાઈ રાઠવા , દાહોદ જિલ્લા અને મહીસાગર જિલ્લાના પ્રભારી ભાનું ભાઈ પરમાર દાહોદ સંગઠન મંત્રી હાર્દિક સોલંકી સહિત ની હાજરીમાં દે.બારીઆ માંથી અક્ષ્યભાઈ સુથાર, પ્રકાશભાઈ કડકિયા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

દેવગઢ બારિયા નગરમાં આવેલ નાયક વાડા વિસ્તારમાં ભાજપના ગઢ ગણાતા એવા દે.બારીઆ નગરમાં આપ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ભાજપમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. ભાજપની વ્હાલા દવલાની નીતિના કારણે બારીઆ નગરમાં પહેલાથી ભાજપ સામે નારાજગી ચાલી રહી છે ત્યારે હાલ આવનારી ચૂંટણીને લઇ દરેક પાર્ટીઓ દ્વારા કમર કસી આવનારા નગરપાલિકાના ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઇ ગયા છે. તારે આવનારી આગામી નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કેવા પરિણામ આવશે તે હાલ કહેવું મુશ્કેલ ભર્યું લાગી રહ્યું છે.

error: Content is protected !!