Friday, 22/11/2024
Dark Mode

સુખસર:સાગડાપાડામાંથી 310 ગાંજાના છોડ જપ્ત કરાયાં:65 હજાર ઉપરાંતના મુદામાલ સાથે ખેતર માલિક ખેતરની ધરપકડ કરાઈ

સુખસર:સાગડાપાડામાંથી 310 ગાંજાના છોડ જપ્ત કરાયાં:65 હજાર ઉપરાંતના મુદામાલ સાથે ખેતર માલિક ખેતરની ધરપકડ કરાઈ

 હિતેશ કલાલ,શબ્બીર સુનેલવાલ,:- ફતેપુરા 

સાગડાપાડા માંથી ૩૧૦ છોડ ગાંજો જપ્ત કરાયો: ખેતર માલિકની ધરપકડ,૬.૫૭૮કિલો ગ્રામ જેની કિંમત રૂપિયા ૬૫, ૭૮૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો.

    ફતેપુરા/સુખસર,:- તા.12

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ગાંજાની ખેતી કરેલ હોવા બાબતે ગાંધીનગર વિજિલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા છાપો મારતા ગાંજા વાળું ખેતર ઝડપી દાહોદ એસ.ઓ.જી તથા એલ.સી.બી ની મદદ લઇ તપાસ હાથ ધરવામાં આવતા રૂપિયા ૬૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ખેતર માલિકની ધરપકડ કરી ગુનો દાખલ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના તીખી ફળિયા ખાતે એક ખેડૂતના કબજા ભોગવટા વાળા ખેતરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ઉછેર કરી રહેલ હોવા બાબતે બાતમી મળતા ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ છાપો મારવામાં આવતા ગાંજાનું વાવેતર કરેલ ખેતર મળી આવ્યું હતું.જેમાં દાહોદ એસ.ઓ.જી તથા એલ.સી.બી ની મદદ લઇ તપાસ હાથ ધરવામાં આવી હતી. ખેતર માલિક  સમસુ ભાઈ હીરાભાઈ ગરાસીયાનાઓ ધરપકડ કરવામાં આવી હતી. કપાસના ખેતરમાં નશીલા પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ઉછેર કરેલ લીલા પાંદડા તથા ડાળખી વાળા ગાંજાના કુલછોડ નંગ- ૩૧૦ જેનું વજન ૬.૫૭૮કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ૬૫૭૮૦/-નો મુદ્દામાલ જપ્ત કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.જોકે આ મામલે ગાંજાની ખેતી કરનાર ખેતર માલિક સમસુભાઈ હીરાભાઈ ગરાસીયા રહે.સાગડાપાડા ઉભાપાણ તીખીફળિયા નાઓની વિરુદ્ધમાં એન.ડી.પી.એસ.એક્ટ- ૧૯૮૫ ની કલમ (૨૦) એ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જે બાબતે સુખસર પી એસ આઇ એસ એન બારીયા એ વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!