Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરાના પાટી ગામની સગીરા છેલ્લા એક માસ ઉપરાંત સમયથી અપહરણકારોના ચુંગાલમાં:સગીરાના પિતાને વારંવાર ધમકીઓ મળતા પુત્રીની રક્ષા કાજે મુખ્યમંત્રી સહીત રેન્જ આઇજી સુધી રજૂઆત કરાઈ

ફતેપુરાના પાટી ગામની સગીરા છેલ્લા એક માસ ઉપરાંત સમયથી અપહરણકારોના ચુંગાલમાં:સગીરાના પિતાને વારંવાર ધમકીઓ મળતા પુત્રીની રક્ષા કાજે મુખ્યમંત્રી સહીત રેન્જ આઇજી સુધી રજૂઆત કરાઈ

  હિતેશ કલાલ :- ફતેપુરા 

 ફતેપુરાના પાટી ગામની સગીરા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી અપહરણકારોના ચુંગાલમાં ફસાઈ,અપહરણ થયેલ સઞીરાનો કબજો મેળવવા પિતાની મુખ્યમંત્રીને રજૂઆત,દીકરીની જાન અને આબરૂની સલામતી ખતરામાં હોવાથી રજૂઆત કરાઈ,આરોપી પક્ષ દ્વારા ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી અપાય છેઃઅપહ્તના પિતા

 સુખસર તા.10

ફતેપુરા તાલુકાના સુખસરમાં ૪ ઓગસ્ટના રોજ કન્યાશાળામાં પેપર લેવા આવેલી પાટી ગામની સગીરાનું અપહરણ કરાયું હતું.જેમાં આફવા ગામના યુવક સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બનાવ બન્યાના એક મહિના કરતાં વધુ સમય વીતવા છતાંય પોલીસ હજી સુધી અપહરણકારો તેમજ સગીરા સુધી પહોંચી શકી નથી.જ્યારે બીજી તરફ સગીરાના પિતાને આરોપી પક્ષ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવતા પિતા દ્વારા દીકરીનો કબજો મેળવવા મુખ્યમંત્રી સહિત રેન્જ આઈજીને રજૂઆત કરી હતી.

ફતેપુરા તાલુકાના પાટી ગામની સગીરા સુખસર કન્યા શાળામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હોવાથી ઓનલાઇન શિક્ષણ ચાલતું હોવાથી પ્રશ્ન પેપર લેવા માટે 4 ઓગસ્ટ ના સવારના સમયે ગઈ હતી.જ્યાંથી આફવા ગામના પંકજ પારસીંગ  હઠીલા દ્વારા સગીરાનું અપહરણ કરીને ભગાડી ગયો હતો.જે બાબતે શિક્ષણ પોલીસે પિતાની ફરીયાદના આધારે અપહરણ અને પોસકોનો ગુનો દાખલ કર્યો હતો.ત્યારબાદ આરોપી પક્ષ દ્વારા સગીરાના પિતાને વારંવાર ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકીઓ આપવામાં આવતી હોવાથી તેમજ દીકરીની જાનની અને આપણી સલામતી ખતરામાં હોવાથી સગીર દીકરીનો કબજો મેળવવા તપાસ કરનાર અધિકારીને આજીજી કરવા છતાં સંતોષકારક જવાબ મળતો ન હોવાનું જણાવ્યું હતું જેથી સગીર દીકરી નો કબજો મેળવવા પિતાએ મુખ્યમંત્રી સહિત ડીઆઈજી ગાંધીનગર ને લેખિતમાં રજૂઆત કરી હતી.

error: Content is protected !!