Sunday, 16/02/2025
Dark Mode

સંજેલીમાં કોરોનાનો પગપેસારો:રેપિડ ટેસ્ટમાં સરપંચ સંક્રમિત આવતા ખળભળાટ: પંથકમાં બેરોકટોક હાટબજાર ભરાતા કોરોના સંક્રમણ વધવાનો ખતરો

સંજેલીમાં કોરોનાનો પગપેસારો:રેપિડ ટેસ્ટમાં સરપંચ સંક્રમિત આવતા ખળભળાટ: પંથકમાં બેરોકટોક હાટબજાર ભરાતા કોરોના સંક્રમણ વધવાનો ખતરો

   કપિલ સાધુ :- સંજેલી

સંજેલી નગરમાં ફરી બે કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું,સંજેલી સરપંચ રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ

સંજેલી તા:- 07

 દાહોદ જિલ્લામાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ  કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સંજેલીમાં પણ કોરોના પોઝિટિવ કેસો આવવાના શરૂ થઇ ગયા છે. ગત રોજ  એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું હતું.  અને આજે પણ વધુ બે લોકોના કોરોના પોઝિટિવ કેસ આવતા નગરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.જેમાં સંજેલીના સરપંચ કિરણભાઈ સોમાભાઈ રાવત રેપિડ  ટેસ્ટમાં કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોઝિટિવ આવેલ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા  કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારમાં  ડોર-ટુ-ડોર સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ પોઝિટિવ કેસ આવતાં મામલતદાર કચેરીના સ્ટાફ, ગ્રામ પંચાયત તલાટી, પોલીસ વિભાગ  તેમજ આરોગ્ય વિભાગ સ્ટાફ આવી પહોચીયા હતા.  ત્યારે  કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી સર્વેની  કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.

સંજેલીમાં કોરોનાનો પગપેસારો:રેપિડ ટેસ્ટમાં સરપંચ સંક્રમિત આવતા ખળભળાટ: પંથકમાં બેરોકટોક હાટબજાર ભરાતા કોરોના સંક્રમણ વધવાનો ખતરો

 સંજેલીમાં હાટ બજાર ભરાતા ઉડ્યા શોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા: કોરોના સંક્રમણ વધવાનો ખતરો

 સંજેલીમાં કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો હતો.આજે  સંજેલી શુક્રવારના રોજ હાટ બજાર ભરાયો હતો.અને  હાટ બજારમાં  અન્ય ગામના વેપારીઓ હાટ બજાર વેપાર ધંધો કરતા જોવા મળ્યા હતા. તેમજ હાટ બજારમાં વેપારીઓ તેમજ લોકોમાં શોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.ત્યારે ઘણા લોકો મોઢા ઉપર માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા.

error: Content is protected !!