Tuesday, 16/04/2024
Dark Mode

દાહોદ જિલ્લા પંચાયતમાં બે કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતાં ૨૬મી જુલાઈ સુધી જિલ્લા પંચાયત બંધ રાખવાનો નિર્ણય કરાયો

દાહોદ જિલ્લા પંચાયતમાં બે કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતાં ૨૬મી જુલાઈ સુધી જિલ્લા પંચાયત બંધ રાખવાનો નિર્ણય કરાયો

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લા પંચાયતમાં બે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તારીખ ૨૬મી જુલાઈ સુધી આ જિલ્લા પંચાયત બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હાલ આરોગ્ય તંત્ર દ્વારા આ બે વ્યક્તિઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની ટ્રેસીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ઘણાને તો ક્વોરેન્ટાઈન પણ કરી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ કોરોનાએ કેર વર્તાવતા ધીમે ધીમે આ કોરોનાનો પગપેસારો ગ્રામ્ય વિસ્તાર સાથે સાથે સરકારી કચેરી તરફ પણ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે ગત રોજ દાહોદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા બે કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાની ખબરો સાથે આજરોજથી તારીખ ૨૬મી જુલાઈ સુધી દાહોદ જિલ્લા પંચાયત મુખ્ય બિલ્ડીંગની તમામ શાખાઓ બંધ કરી દેવામાં આવી હતી. આરોગ્ય તંત્ર દ્વારા આ બે પોઝીટીવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ પરિવારજનો સહિત લોકોને ક્વોરેન્ટાઈન પણ કરી દેવામાં આવ્યા છે સાથે જ વધુમાં ટ્રેસીંગ કામગીરી સહિત સેનેટરાઈઝીંગની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.—————————————————-

error: Content is protected !!