Friday, 11/10/2024
Dark Mode

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ઘમાસાણ:ત્રીજી બેઠક સુનિશ્ચિત કરવા ભાજપનો ડોળો હવે દાહોદના ધારાસભ્યો પર

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ઘમાસાણ:ત્રીજી બેઠક સુનિશ્ચિત કરવા ભાજપનો ડોળો હવે દાહોદના ધારાસભ્યો પર

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ઘમાસાણ:ત્રીજી બેઠક સુનિશ્ચિત કરવા ભાજપનો ડોળો હવે દાહોદના ધારાસભ્યો પર,દાહોદના કોંગ્રેસના ત્રણ પૈકી બે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ:ક્યાં બે ધારાસભ્યો કોંગ્રેસને ધોખો આપશે તે અંગે ઘુંટાતું રહસ્ય

દાહોદ તા.08

કોરોના મહામારીની વચ્ચે અનલોક 1 માં મોટાભાગની છૂટછાટો મળવા પામી છે.ત્યારે લોકડાઉનના લીધે ઘણા સમયથી ઘોચમાં પડેલી રાજ્યસભાની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ થઇ જવા પામ્યો છે.ત્યારે રાજ્યસભામાં પોતાનો દબદબો જાળવી રાખવા અને ત્રીજા ઉમેદવારની જીત આસાન કરવામાં ભાજપ હાઇકમાન્ડ સક્ષમ રણનીતિના આધારે કામગીરીમાં જોતરાઈ ગયું છે.જોકે રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામુ ધરી દેતા કોંગ્રેસ લોકડાઉનની પરિસ્થતિમાં આવી જવા પામતા કોંગ્રેસ હાઇકમાનડે પોતાના ધારાસભ્યોને કોરોનટાઇન કરવાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે.ત્યારે ભાજપ પક્ષ અનલોકની ભૂમિકામાં અગ્રેસર થયો છે.

મધ્યપ્રદેશ-રાજસ્થાનની સરહદે આવેલા અને ઉગતા સૂરજના પ્રવેશદ્વાર એવા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લો કોંગ્રેસનો ગઢ રહેવા પામ્યો છે.ભૂતકાળમાં સતત છ ટર્મ સુધી લોકસભામાં સત્તાનો સુખ ભોગવનાર કોંગ્રેસની દાહોદ બેઠક બદલાતા સમયના વહેણમાં ભાજપે કબ્જે કરી લીધી હતી. દાહોદની કુલ 6 વિધાનસભા પૈકી હાલ ત્રણ બેઠકો ભાજપ તેમજ ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે હોઈ રાજકારણની દ્રષ્ટિએ વિધાનસભામાં હાલ ત્રાજવાની બન્ને પાસું બરાબર રહેવા પામી છે.અને જો લોકસભા બેઠક સાથે જો સરખામણિ કરીએ તો ભાજપનો પલ્લું ભારે હોવાનું જોવાઈ રહ્યું છે.હાલ રાજ્યસભાની ચૂંટણીને લઇ રાજકારણમાં અંદરોઅંદર ભારે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદની વાત કરીયે તો દાહોદ વિધાનસભા બેઠક પર ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમનવય રાખી ધીમીગતિએ ચાલી રહ્યા છે. દાહોદના ધારાસભ્ય ગુજરાત કોંગ્રેસ સમિતિ (હાઇકમાન્ડ) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કરી ક્યારેક ક્યારેક વિરોધ પ્રદર્શન કરી મીડિયાની સુરખીઓમાં સ્થાન પામી લે છે. બાકી તો આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાની રીતીનીતી અપનાવી મુક પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળે છે. ધારાસભ્ય હોવાની સાથે નગરપાલિકામાં ચાલતા કામકાજો અંગે હિસાબો માંગવા તો દૂર બોર્ડની મિટિંગોમાં ગેરહાજર રહી મૌન ધારણ કરી બધી પળોજણમાંથી દૂર રહી પોતે નિર્વિઘ્ને સત્તાનો સુખ ભોગવી રહ્યા છે.જ્યારે પરંપરાગતરીતે કોંગ્રેસનો ગઢ ગણાતી ગરબાડા બેઠક પર ચુંટાયેલી મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેનની છબી એક દબંગ ધારાસભ્ય તરીકે ઉપસી આવે છે. ગરબાડાની ધારાસભ્ય ચંદ્રિકાબેન પોતાના વિસ્તારમાં પ્રજાલક્ષી કામો કરી પોતાના મતવિસ્તારમાં મજબૂત સ્થતિમાં જોવા મળી રહી છે.સમયાંતરે દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આવી કાર્યક્રમને સફળ બનાવવામાં અહમ રોલ નિભાવી કોંગ્રેસ પક્ષમાં દાહોદ જિલ્લામાં સક્ષમ નેતાની ગરજ સારે છે.પરંતુ સમયાંતરે શોશ્યલ મીડિયા તેમજ રાજકીય વર્તુળોમાં ચંદ્રિકાબેન બારીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાની વાતો વહેતી રહેવા પામી છે.જેથી પરંતુ આવી પરિસ્થતિમાં ખુદ કોંગ્રેસ સહીત ભાજપ પણ અવઢવમાં મુકાઈ જાય છે. ઝાલોદ વિધાનસભા પણ પરંપરાગત કોંગ્રેસનો ગઢ ગણાય છે.ભૂતકાળમાં ભાજપમાં અહમ ભૂમિકા ભજવનાર અને કોંગ્રેસનો ગઢ ધરાશાયી કરી પ્રથમ વખત દાહોદમાં લોકસભા બેઠક પરથી સાંસદપદે ચૂંટાયેલા બાબુભાઈ કટારાએ પણ ભાજપમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પરંતુ તે પણ સમયના બદલાતા વહેણ તેમજ કબૂતરબાજી જેવા કેસમાં સંડોવાતા ભાજપે તેમને હાંસિયામાં ધકેલી દીધા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટના મળતા પિતા પુત્રે ભાજપ જોડે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.જેમાં ભાવેશ કટારાને ટિકિટ મળતા તેઓએ વિધાનસભામાં જબરદસ્ત વિજય હાંસલ કરી ભાજપને વિચારતો કરી દીધો હતો.અને બાબુ કટારાને લોકસભાની ટિકિટ મળતા તેઓને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.જોકે ભાવેશ કટારા ધારાસભ્ય બન્યા તે વખતે જિલ્લા પંચાયતમાં ભાજપના જિલ્લા સભ્ય તરીકે કાર્યરત હતા બાદમાં ભાવેશ કટારાએ તેના મતવિસ્તારમાં પુરજોશમાં કાર્ય કરી ઝાલોદ નગરપાલિકામાં પણ કબ્જો જમાઈ લીધો હતો.જ્યારે હાલ રાજ્યસભામાં ચૂંટણીની ગણતરીએ હાલ જિલ્લાના ત્રણેય ધારાસભ્યો કેવી સ્ટ્રેટેજી અપનાવે છે તે હાલ કહેવું મુશ્કેલભર્યું છે.જોકે રાજ્યસભાની ચૂંટણીમાં સર્જાયેલા પ્રવર્તમાન સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મોવડીઓ દાહોદ જિલ્લા પર ડોળ કરીને બૈઠા છે.અને રાજકીય વર્તુળોના બિન આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દાહોદના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પૈકી 2 ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.ત્યારે કયા બે ધારાસભ્યો બીજેપી હાઇકમાન્ડના સંપર્કમાં છે.તેવી તરેહ તરેહની ચર્ચાઓ હાલ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.જ્યારે આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણીમાં દાહોદના કોંગ્રેસી ધારાસભ્યો કેવી ભૂમિકા ભજવશે તે જોવું રહ્યું.

error: Content is protected !!