
રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ
વોર્ડ નંબર 2 માં સ્માર્ટ સીટી અંતર્ગત વિકાસકામો પ્રગતિ પર:ચાકલીયા અંડરપાસના ગંદા પાણીના કાયમી નિકાલ માટે કોર્પોરેટરોનો પનો ટૂંકો પડ્યો:સાફસફાઈ તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં અનિયમિતાથી સ્થાનિકોમાં રોષ,
દાહોદ તા.૧૧
દાહોદ શહેરમાં એક તરફ હાલ ચુંટણીનો માહોલ છે ત્યારે બીજી તરફ શહેરવાસીઓમાં આ ચુંટણીમાં કયા પક્ષને મત આપવો અને કયા પક્ષને મત ન આપવો તે વિશેને ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે ત્યારે બીજી તરફ આ વખતે પ્રજાએ મનોમન વિચારી જ લીધું છે કે, જે પાર્ટી આ વખતે વિકાસ, પડતર પ્રશ્નો, પડતી મુશ્કેલીઓ અને પ્રજાલક્ષી હિતમાં કાર્ય કરશે તેને જ મત આપવાનો શહેરવાસીઓ મક્કમ ઈરાદે વિચાર કરી લીધો છે. આ વખતે જાણે પ્રજા કાચુ નહીં રંધાવા દે તેવા વિચારો સાથે મત આપવાનો સાચા કોર્પાેરેટરને વિચારશે તેમ લાગી રહ્યું છે.
આ વોર્ડમાં પ્રજાલક્ષી કામગીરીની વાત કરીએ તો, આ વોર્ડ નંબર ૦૨માં સ્માર્ટ સીટી અંતર્ગત ભુગર્ભ ગટર યોજના, સીવેજ લાઈનનું કામકાજ કરવામાં આવ્યું છે ત્યારે ગેસ પાઈપ લાઈનનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે. મોટાભાગના સ્લમ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મીશન અંતર્ગત શૌચાલયો બનાવવામાં આવ્યાં છે પરંતુ એક – બે ફળિયાઓમાં જમીનોના વિવાદોને કારણે શૌચાલયો, રસ્તાઓ, પાણીની સુવિધા તેમજ
ગટરોની સુવિધાથી સ્થાનીકો વંચિત રહ્યાં છે. ખાસ આ વિસ્તારમાં આવેલ અંડર બ્રિજમાં હરહંમેશ અને બારેમાસ ઉભરાતા, ભરાતાં પાણીની સમસ્યાથી આ વિસ્તારના લોકોની સાથે સાથે શહેરવાસીઓ પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. આ અંડર બ્રિજ પરથી પસાર થતાંની સાથે જ બારેમાસ પાણીના ભરાવાથી અનેકવાર સ્થાનીકો દ્વારા લેખિત અને મૌખિક દાહોદ નગરપાલિકાથી લઈ ઉચ્ચસ્તરીય રજુઆત કરવા છતાંય આજદિન સુધી આ અંડર બ્રિજમાં ભરાતા બારેમાસ પાણીનો કોઈ નિકાલ કે, કોઈ ચોક્કસ સમારકામ પણ હાથ ધરવામાં ન આવતાં શહેરવાસીઓ સાથે સાથે અહીંના સ્થાનીકોમાં પહેલાથી જ છુપો રોષ જાેવા મળી રહ્યો છે અને આ વખતે આ તમામ કામગીરીને જાેઈ હવે અહીંના વોર્ડ નંબર ૦૨ના મતદારો સાચો અને કાર્યનિષ્ઠ કોર્પાેરેટરને જ મત આપશે જે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તેવા કોર્પાેરેટરને મત આપશે તેવા વિચારો કરી રહી છે. બીજી તરફ આ વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન, સાફ – સફાઈ ઘણી વખત સમયસર ન થતી હોવાને કારણે પણ આ વોર્ડના રહીશોને ભારે હાલાકીનો સાનકો કરવો પડી રહ્યો છે તેમ અહીંના સ્થાનીકો પાસેથી જાણવા મળ્યું છે. પાણીની પાઈપ લાઈનમાં અવાર નવાર ભંગાણ, લીકેજ સર્જાતા પીવાના પાણીનો પણ ભારે કચવાટ રહેતો આવ્યો છે. આ વોર્ડ નંબર ૦૨માં સ્માર્ટ સીટી અંતર્ગત કામો થાય છે પરંતુ અહીંના કોર્પાેરેટરો દ્વારા દરખાસ્ત મારફતે પોતાનું વિશેષ કાર્ય કર્યું હોય તેમ જણાતું નથી.