દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ
સંજેલી તા.27
દાહોદ જિલ્લા કક્ષાનો પ્રાથમિક શાળાનો ડોક્ટર વિક્રમ સારાભાઇ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન સંજેલી યોજાયો હતો.તાલુકા કક્ષાએ એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ યોજાયેલા પ્રદર્શનમાં જિલ્લાની 49 શાળાઓએ વિવિધ કૃતિઓ તૈયાર કરી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતા. 18 જેટલી શાળાઓએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં 63 માર્ગદર્શન શિક્ષકો જોડાયા હતા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષતા સંજેલી તાલુકા ખાતે આવેલી માધ્યમિક કન્યા વિદ્યાલયમાં શુક્રવારના રોજ 10:30 કલાકે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ અને જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત દાહોદ આયોજીત દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાનું જિલ્લા કક્ષાનું ડોક્ટર વિક્રમ સારાભાઇ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેકનોલોજીની પદ્ધતિ પ્રદર્શન સંજેલી તાલુકાની કન્યા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શુક્રવારના રોજ રાજ્યમંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ યોગેશભાઇ પારગી, ધારાસભ્ય રમેશભાઇ કટારા, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ મોહિન્દ્રા બેન રાઠોડ, ગુ.રા.પ્રા.શિક્ષક સંઘ સિનિયર મંત્રી રમેશ મછાર, પ્રાંતઅધિકારી એસ.ડી ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી એસ.જે ભરવાડ, સંજેલી મામલતદાર વિ.જી રાઠોડ, તાલુકા પ્રમુખ શાંતાબેન પરમાર, શાળાના પ્રમુખ સરદારસિંહ બારિયા,બીજેપી જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર, શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારા, સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઇ સેલોત, મંત્રી રામુભાઇ ચારેલ, બીઆરસી મહેન્દ્રભાઇ બારીયા, સીઆરસી મિત્રો શિક્ષણ વિભાગના હોદ્દેદારો પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો અન્ય હોદ્દેદારો શિક્ષકો ભાઈબહેનો અને પ્રાથમિક શાળાના બાળકો ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા વિવિધ ટેક્નોલોજીથી દાહોદ જિલ્લો આગળ વધી રહ્યો છે બીએસસી બીએડ એમએસસી બીએડ પીએચડી થયેલા એચ ટાટ શિક્ષકો પ્રાથમિક શાળામાં મળ્યા છે પહેલા માત્ર પીટીસી શિક્ષકો હતા જેમાં થોડી જ્ઞાનની કમી હતી હાલ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એચ ટાટ શિક્ષકો આપ્યા છે જેના કારણે આપણા બાળકો બોલતા થયા છે અને આવા પ્રદર્શન કરી રહ્યા છે આવનારા દિવસોમાં આપણો દાહોદ જિલ્લાના કેટલાય બાળકો વિજ્ઞાનિકો અને મોટી પોસ્ટ પર જાય તેવી પ્રગતિ થઇ રહી છે જે બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રદર્શનમાં ભાગ લઇ મોડલો તૈયાર કરેલી કૃતિઓને મુલાકાત લીધી હતી જેમાં કૃષિ અને સંજીવ ખેતી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંસાધન અને વ્યવસ્થા પણ કચરાનું વ્યવસ્થાપન પરિવહન અને પ્રત્યાયન શૈક્ષણિક રમતો ગાણિતિક નમુના નિર્માણ વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પધા પ્રદર્શન માટે મુકેલી વિવિધ કૃતિઓની મુલાકાત લીધી હતી.