Friday, 28/03/2025
Dark Mode

સુખસર પોલીસે કતલખાને જતા પશુઓને બચાવી 1.65 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી.

August 29, 2021
        1341
સુખસર પોલીસે કતલખાને જતા પશુઓને બચાવી 1.65 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી.

બાબુ સોલંકી :- સુખસર 

સુખસર પોલીસે કતલમાં જતા પશુઓને બચાવી 1.65 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી.

 સંતરામપુરથી ટાટા એસીઈ ગાડી નંબર જીજે- 35.ટી.2318 માં ત્રણ પાડા ભરી સુખસર તરફથી પસાર કરાતા પશુઓ કતલ ખાનામાં લઇ જવાતા હતા.પો

પોલીસે ઝડપેલા ત્રણ પાડા ની કિંમત 1,5000/- રૂપિયા તથા ગાડીની કિંમત 1,50000/- કુલ મળી 165000/- રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લઈ પશુઓને પાંજરાપોળમાં મોકલાયા.

 

( પ્રતિનિધિ ) સુખસર,તા.29

 

 

દાહોદ જિલ્લા નાના-મોટા શહેરી વિસ્તારો સહિત અન્ય જીલ્લાઓમાં મૂંગા પશુઓની કતલ કરતાં કતલખાનાઓ ધમધમી રહ્યા છે. કતલખાનાઓ સુધી કતલના ઇરાદે વાહનોમાં ક્રૂરતાપૂર્વક બાંધી પશુઓની હેરાફેરી કરવામાં આવે છે.તેમજ મહિસાગર જિલ્લા તરફથી દાહોદ જિલ્લા સહિત રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ સુધી કતલના ઇરાદે પશુઓની નિયમિતપણે હેરાફેરી કરવામાં આવી રહી છે.તેવી જ રીતે બાતમીના આધારે સુખસર પોલીસે શનિવારના રોજ સંતરામપુરથી સુખસર તરફ આવી રહેલા ટાટા એસીઈ ગાડીની તપાસ કરતા તેમાંથી કતલના ઇરાદે લઈ જવાતા ત્રણ પશુઓને બચાવી પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ મહિસાગર જિલ્લા તરફથી અવાર નવાર કતલ ખાના ઓમા મોકલાતા પશુઓની હેરાફેરી ફતેપુરા તાલુકાના નાના-મોટા રસ્તાઓ ઉપરથી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.તેવી જ રીતે ગતરોજ સુખસર પોલીસને સંતરામપુર તરફથી ટાટા એસીઈ ગાડીમાં ત્રણ પાડાઓ ભરી સુખસર તરફ આવનાર હોવાની ચોક્કસ બાતમી મળતા સુખસર પોલીસે બાતમી વાળી ગાડીની ભોજેલા વાડી ફળિયા તરફ જતા રસ્તા ઉપર પંચો સાથે વોચમાં હતા.તે દરમ્યાન બપોરના 12.10 કલાકે સંતરામપુર થી બાતમી વાળી પીળા કલરની ટાટા એસીઇ ગાડી આવતા ગાડી ઊભી રખાવેલ. ગાડીમાં જોતા ત્રણ કાળા કલરના પાડા જેમાં એક પાડાની કિંમત રૂપિયા- 5,000 ગણતાં ત્રણ પશુઓની કિંમત રૂપિયા 15000/- ના ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધી રાખેલા હતા.અને આ પશુઓ કતલ કરવાના ઇરાદે વહન કરવામાં આવી રહ્યા હોવાની ખાતરી થતાં સુખસર પોલીસે ટાટા એસીઇ ગાડી નંબર-35.ટી-2318 જેની કિંમત રૂપિયા-1,50000/- કુલ મળી રૂપિયા-1,65000/- સાથે પશુઓનો કબજો મેળવી પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલ એક ઈસમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતો.ટાટા એસીઇના ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ મુસ્તાકભાઈ રહીમભાઈ દુરવેશ રહે.સંતરામપુર ગોધરા ભાગોળનો હોવાનું જણાવ્યું હતું.
સુખસર પોલીસે કબજે કરેલ પશુઓને વૈકલ્પિક ઘાસચારાની તથા પાણીની વ્યવસ્થા કરી પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું અને ગેરકાયદેસર પશુઓને ઘાસચારો તથા પાણીની સગવડ નહીં રાખી કતલ કરવાના ઇરાદે પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલ મુસ્તાકભાઈ રહીમભાઈ દુરવેશ રહે. સંતરામપુરનાઓની ધરપકડ કરી તેની વિરુદ્ધમાં ધી ગુજરાત પ્રાણી ક્રુરતા અધિનિયમ-1960 ની કલમ-11(1)(ડી)(ઇ)(એચ)(એફ) મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!