
ફતેપુરા તાલુકાના કોંગ્રેસ અને અપક્ષના 400 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખના અઘ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
ફતેપુરાના ઇંટા ગામે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો.
(પ્રતિનિધિ ) સુખસર,તા.29
ફતેપુરા તાલુકાના ઇંટા ગામે નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાત કાર્યક્રમ સાંભળવા માટે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર અને ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને 400 જેટલા કોંગ્રેસ અને અપક્ષના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
ફતેપુરા તાલુકામાં રવિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇંટા ગામે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આંમલીયાર, ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મન કી બાત કાર્યક્રમ નિહાળ્યા બાદ વર્ષોથી કોંગ્રેસ અને અપક્ષ પક્ષમાં કામ કરતા કાર્યકર્તાઓ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.400 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
ઘુઘસ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર,વલુંડીના સરપંચ,પાટવેલના સરપંચ,ભિચોરના સરપંચ અને ઇંટા તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય સહિતના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર,તાલુકા પાર્ટી પ્રમુખ રામાભાઇ પારગી,જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર, ઉપ પ્રમુખ ભરતભાઈ પારગી અને જીતુબાપુ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.