Thursday, 28/03/2024
Dark Mode

એસ.ટી બસના મુસાફર પાસેથી નાણા શેરવતા દાહોદના ચાર ગઠિયાઓ બલૈયા ક્રોસીંગથી ઝડપાયા..

June 4, 2021
        1335
એસ.ટી બસના મુસાફર પાસેથી નાણા શેરવતા દાહોદના ચાર ગઠિયાઓ બલૈયા ક્રોસીંગથી ઝડપાયા..

બાબુ સોલંકી :- સુખસર 

એસ.ટી બસના મુસાફર પાસેથી નાણા શેરવતા દાહોદના ચાર ગઠિયાઓ બલૈયા ક્રોસીંગથી ઝડપાયા.

 ભોજેલાના ગામના મુસાફર બલૈયા ક્રોસિંગ એસ.ટી બસ માંથી ઉતરતા સમયે ધ્યાન બીજે દોરી,નજર ચૂકવી ૧૯ હજાર રૂપિયા કાઢી લીધા હતા.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૪

આર્થિક ગુના આચરતા લોકો વિવિધ પ્રકારની તરકીબો અજમાવી લોકોના નાણા ચાંઉ કરી જવાના અવાર નવાર અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવેલા છે તેવી જ રીતે ગતરોજ સંતરામપુર થી એસટી બસમાં મુસાફર ને બલૈયા ક્રોસિંગ ઉતરતા સમયે ભીડનો ગેરલાભ ઉઠાવી ભોજેલા ના વૃદ્ધના ખિસ્સામાંથી ૧૯ હજાર રૂપિયા દાહોદના ગઠિયાઓએ કાઢી લેતા આ ગઠીયાઓ ઉપર શક જતા તેઓની પૂછપરછ કરતાં આ નાણાં તેઓએ જ કાઢ્યા હોવાનું સાબિત થતા પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી સુખસર પોલીસ સ્ટેશનના લોકઅપ ભેગા કર્યા હોવાનું જાણવા મળે છે.

#Paid Pramotion

Contact us :- sunrise public school 

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પુંજાભાઈ ફતાભાઈ ડામોર રહે.ભોજેલા,તા.ફતેપુરા નાઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ખેતીવાડી સંભાળ છે.જેઓ ગુરૂવારના રોજ સંતરામપુર સ્ટેટ બેંકના એટીએમમાંથી તેમના કામ માટે ૧૯ હજાર રૂપિયા ઉપાડી પેન્ટના ડાબી બાજુના કિસ્સામાં મુક્યા હતા. ત્યારબાદ સવારના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં સંતરામપુર બસ સ્ટેશનમાં આવી લુણાવાડાથી દાહોદ જતી એસ.ટી.બસમાં બેઠા હતા.ત્યારબાદ તેઓની આગળ પાછળ તેમજ બાજુમાં બેઠેલા ચારેક ઈસમો પણ બલૈયા ક્રોસિંગ આવતા પુંજાભાઈ ડામોરની સાથે ઉતર્યા હતા. તેવા સમયે ચાર જેટલા ગઠિયાઓએ પુજાભાઈને જણાવેલ કે,તમારી થેલી નીચે પડી ગઈ છે.તેમ જણાવી ધ્યાન બીજે દોરી પુજાભાઈના ડાબા પેન્ટના ખિસ્સામાંથી ૧૯ હજાર રૂપિયા કાઢી લીધા હતા.ત્યારબાદ ત્યારબાદ ખિસ્સામાં તપાસ કરતા નાણાં નહીં મળી આવતા તેની વાત કંડકટરને કરી હતી.જ્યારે કંડક્ટરે પૂછપરછ કરતા આ ચાર ઈસમો ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.તેવા સમયે બલૈયા ક્રોસિંગ ઉપર સુખસર પોલીસના માણસો હાજર હતા.તેઓને બોલાવી આ ચાર ઇસમોનું નામ-ઠામ પુછતા તેઓએ નિલેશ મુકેશભાઈ સાંસી, મોન્ટી નવીનભાઈ સાંસી,સત્યપ્રકાશ હરિકિશન સાંસી તથા શ્યામલાલ વિનોદભાઈ સાંસી તમામ રહે.દાહોદ ભીલવાડા,તળાવ ફળિયુ,દાહોદ ના હોવાનું જણાવ્યું હતું.આ ચાર ઇસમોને સુખસર પોલીસે એકબીજાની મદદગારીથી ચોરી કરી હોવાની બાબતે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી લોકઅપના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!