બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરાઈ.
હિન્દી દિવસની ઉજવણી વિશે શાળાના બાળકોને માહિતગાર કરાયા.
સુખસર,તા.10
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય હિન્દી દિવસની જેમ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિશ્વ હિન્દુ દિવસની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય શું છે?વિશ્વ હિન્દુ દિવસ કેમ ઉજવવામાં આવે છે? આપણે હિન્દી દિવસ કેવી રીતે ઉજવવો જોઈએ?જેવી બાબતોને બાળકોને જાણકારી આપવામાં આવી હતી.સાથે-સાથે એ પણ જણાવવામાં આવ્યું કે,આપણે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી મેળવી,પરંતુ માનસિક રૂપે હજી પણ આપણે અંગ્રેજોએ આપેલી અંગ્રેજી ભાષાના ગુલામ છીએ.અંગ્રેજી ભાષાને વધુ મહત્વ આપવામાં આવે છે.અને બાળકોને પણ પાયાનું શિક્ષણ અંગ્રેજી માધ્યમથી અપાવીને બાળકોને વાલીઓ ગૌરવ અનુભવતા હોય છે!પરંતુ બાળકોને પાયાનું શિક્ષણ હંમેશા માતૃભાષામાં આપવું જોઈએ.તથા રાષ્ટ્રભાષાનું મહત્વ બીજી ભાષાઓ કરતા ઓછું ન હોવું જોઈએ.જેવી જાણકારી બાળકોને આપી અને બાળકોમાં રાષ્ટ્રભાવના વિકસે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સાથે-સાથે સપ્તાહમાં એક દિવસ શાળામાં તમામ વ્યવહાર રાષ્ટ્રભાષા હિન્દીમાં થાય તેવું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં શાળામાં દર બુધવારે શાળામાં સમગ્ર વ્યવહાર હિન્દી ભાષામાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આમ ભીતોડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક મિત્રોએ બાળકોને વિશ્વ હિન્દી દિવસની વિગતવાર માહિતીથી વાકેફ કરી હિન્દી ભાષાનું સચોટ રીતે મહત્વ સમજાવ્યું હતું.