Wednesday, 11/12/2024
Dark Mode

ફતેપુરા નગરમાં ગાયને હડકવા ઉચકતા આતંક મચાવ્યો:સ્થાનિક લોકોએ રસ્સીએ બાંધી કાબુમાં લીધી.

January 10, 2023
        2786
ફતેપુરા નગરમાં ગાયને હડકવા ઉચકતા આતંક મચાવ્યો:સ્થાનિક લોકોએ રસ્સીએ બાંધી કાબુમાં લીધી.

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા નગરમાં ગાયને હડકવા ઉચકતા આતંક મચાવ્યો:સ્થાનિક લોકોએ રસ્સીએ બાંધી કાબુમાં લીધી.

ફતેપુરા,સુખસર,બલૈયા,આફવા આટલો મોટો વિસ્તાર હોવા છતાં પણ ફક્ત એક જ ડોક્ટરની શિરે જવાબદારી.

‌‌સુખસર,તા.10

‍‌ ફતેપુરા નગરમાં એક કાળા કલરની ગાયને હડકવા ઉચકતા આંતક મચાવ્યો હતો.ફતેપુરા નગરમાં ધુધસ રોડ વિસ્તારમાં એક કાળા કલરની ગાયને અગમ્ય કારણોસર હડકવા ઉચકતા મોંમાંથી લાળ ઝરતી જોવા મળી રહી હતી.મોં માંથી લાળ ઝરતા સ્થાનિક લોકોને જાણકાર લોકોને ખબર પડતા ગાયને હડકવા ઉચક્યું છે અને આ હડકવા ઉચકવાના કારણે ગાય આકુળ વ્યાકુળ બનીને અવર-જવર કરતા લોકોને મારવા દોડતી હતી.તદ્ઉપરાંત અવર-જવર કરતા વાહનો તેમજ ઊભા વાહનો ઉપર પોતાના માથું મારતી હતી.આ જોઈ સ્થાનિક લોકોએ ગાયને પકડવા માટે ગાળીયો બનાવીને એક મકાનની સાઈડમાં ખુલ્લા પ્લોટમાં ગાયને રસ્સી વડે બાંધી દઈ ગાયના માલિકની શોધખોળ ચાલુ કરી હતી.ગાયના માલિક કોઈ ભાળ મળી ન હોય સ્થાનિક સ્થાનિક લોકોએ ગાયને બચાવવા માટે ફતેપુરા પશુ દવાખાના સંપર્ક કરતા પશુ દવાખાનાના ડોક્ટર ગેરહાજર જોવા મળ્યા હતા.તેમનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારે રૂબરૂ દવાખાને જઈ તપાસ કરતા ત્યાં કામ કરતા આસિસ્ટન્ટ ડોક્ટરો મળી આવતા ગાયની સારવાર માટે રજૂઆત કરતા તેઓ જણાવ્યું હતું કે, ગાયને હડકવા ઊંચકી ગયા પછી તેનો કોઈ જ ઈલાજ થઈ શકે તેમ નથી.જો અગાઉથી જાણ કરી હોત તો ગાયને હડકવા વિરોધી રસી આપી શકત.તેમ છતાં પણ અમો સ્થળ પર જઈને ગાયનુ નિરીક્ષણ કરી જરૂરી સારવાર આપીશું.તેની ખાતરી આપી હતી. ગાયની અડફેટે કેટલાય લોકોને શારીરિક નુકસાન થવા પામ્યું હતું.ત્યારે ગાયને પ્રાથમિક સારવાર મળ્યા બાદ સારું થશે કે પછી શું થશે?તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!