રિપોર્ટર :- બાબુ સોલંકી/શબ્બીર ભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકામાં કોરોનાના કેસોની અગમચેતીના ભાગરૂપે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.
સુખસર,તા્27
કોરોનાના કેસોની અગમચેતીના ભાગરૂપે ફતેપુરા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ મુલાકાત લઈ કોવિડ -19 તૈયારીઓ અંતર્ગત ઑક્સિજન સ્ટોરેજ પ્લાન્ટ, ઑક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, આઇ.સી.યુ. બેડ, આઇસોલેશન વોર્ડ ખાતે ઉપલબ્ધ બેડ, ટેસ્ટિંગની સુવિધા, દવાઓ અને અન્ય ઉપલબ્ધ સુવિધા અંગેની જાણકારી મેળવી અને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. સાથે ભીડભાડ વાળી જગ્યાએ માસ્ક પહેરવા અને જેને પણ વેક્સીનેશનનો ત્રીજો ડોઝ બાકી હોય તેઓને સત્વરે બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરી હતી. તાલુકા આરોગ્ય તંત્રના ડો.સુરેશ આમલીયર ,હોસ્પિટલના ડોક્ટર્સ, સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.