કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકા યોગ શિક્ષણ તજજ્ઞ તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યુ
દાહોદ તા.27
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા માર્ગદર્શિત અને બીઆરસી ભવન આયોજિત યોગ શિક્ષણ તજજ્ઞ તાલીમ શિબિર બીઆરસી કક્ષા સિંગવડનો શ્રી નરસિંહ ભગત આશ્રમ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં સિંગવડ તાલુકાના કુલ ૩૨ તજજ્ઞ તાલીમાર્થીઓને ભાગ લીધો અને આ યોગ શિક્ષણમાં આઉટડોર અને ઇનડોર ની એક્ટિવિટી કરવા માં આવી જ્યારે આ એક્ટિવિટી કર્યા પછી આ તમામ તાલીમાર્થી શિક્ષકો પોતાના કલસ્ટર ની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને અને વિદ્યાર્થીઓને આવી જ એક્ટિવિટી કરાવશે તે હેતુથી આ યોગ શિબિરનું આયોજન નરસિંહ ભગત આશ્રમશાળા ખાતે કરવામાં આવ્યું જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ ડાયટના પ્રાચાર્ય આરજે મુનિયા અને સિંગવડના લાઇઝન સરદારભાઈ જે ડામોર વગેરે ચાલુ પ્રશિક્ષણમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું