Wednesday, 04/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસરમાં કરિયાણાની બે દુકાનોમાં ₹2,76,700 ની થયેલ ચોરીની સાત દિવસ બાદ ફરિયાદ નોંધાઇ.!

December 11, 2022
        2947
ફતેપુરા તાલુકાના સુખસરમાં કરિયાણાની બે દુકાનોમાં ₹2,76,700 ની થયેલ ચોરીની સાત દિવસ બાદ ફરિયાદ નોંધાઇ.!

બાબુ સોલંકી, સુખસર 

 

ફતેપુરા તાલુકાના સુખસરમાં કરિયાણાની બે દુકાનોમાં ₹2,76,700 ની થયેલ ચોરીની સાત દિવસ બાદ ફરિયાદ નોંધાઇ.!

ફતેપુરા તાલુકાના સુખસરમાં કરિયાણાની બે દુકાનોમાં ₹2,76,700 ની થયેલ ચોરીની સાત દિવસ બાદ ફરિયાદ નોંધાઇ.!

સુખસરની બે દુકાનોમાં તસ્કરી કરનાર ત્રણ તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં ચોખ્ખી રીતે કેદ:તસ્કરો સુધી પહોંચવા પોલીસ માટે પડકાર નથી.

 

પાંચ માસ આગાઉ આજ દુકાનોમાં તસ્કરી કરનાર એક તસ્કર સી.સી.ટી.વી કેમેરામાં કેદ હતો,છતાં પોલીસ આજ દિન સુધી તેનું પગેરું શોધી શકી નથી!

 

સુખસર,તા.11

 

  ફતેપુરા તાલુકાના સુખસરમાં કરિયાણાની બે દુકાનોમાં ₹2,76,700 ની થયેલ ચોરીની સાત દિવસ બાદ ફરિયાદ નોંધાઇ.!

         

 ફતેપુરા તાલુકાના સુખસર પોલીસની નિષ્ક્રિયતાને કારણે પેધા પડી ગયેલા જાણભેદુ ચોર લોકો સમયાંતરે સુખસરના બંધ મકાનો અને કરિયાણાની દુકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી કાંઈક ને કાંઈક સુરાગ મૂકી ફરાર થઈ જઈ રહ્યા છે.છતાં છેલ્લા પાંચેક માસમાં સાત જેટલી જગ્યાએ ચોરી કરી જનાર તસ્કરો સુધી પોલીસ પહોંચી શકી નથી.જેના લીધે નિર્ભય બનેલા ચોર લોકોને મોકળુ મેદાન મળી રહ્યું છે.અને ચોરીના બનાવો વધતા જાય છે.ત્યારે પોલીસ ખાતાએ સતર્ક બનવાની સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ખૂબ જ જરૂરીયાત જણાઈ રહી છે.

      પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તાર ના નાનીઢઢેલી રોડ ઉપર આવેલ કરિયાણાની બે દુકાનોમાં 3 ડિસેમ્બર- 2022 ના રોજ કોઈ જાણ ભેદુ તસ્કરોએ એક દુકાનના ત્રીજા માળે હવા ઉજાસ માટે રાખેલ લોખંડની જાળી કાપી તથા બીજી દુકાનના ત્રીજા માળના કેબિનના લોખંડના દરવાજાને વાળી દઈ તસ્કર લોકો આ બંને દુકાનોમાં પ્રવેશ્યા હતા.તેમાં નગીનભાઈ દિપચંદભાઈ કલાલની કરિયાણાની દુકાનમાં ધાબા ઉપર હવા ઉજાસ માટે રાખેલ લોખંડ ની જાળીના સળિયા કાપી ચોર લોકોએ દુકાનમાં પ્રવેશ કરી કરિયાણાનો સરસ સામાન જેની કિંમત રૂપિયા 2,55,200 તથા રોકડ રૂપિયા 1000 મળી કુલ કિંમત રૂપિયા 2,56,200 ની ચોર લોકોએ ચોરી કરેલ.અને આ ચોરી કરવામાં સંડોવાયેલ ત્રણ ચોર લોકો ચોખ્ખી રીતે દુકાનમાં રાખેલા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયેલા છે.

        જ્યારે બાજુમાં આવેલ હીરાલાલ મોતીલાલ કલાલની દુકાનના ત્રીજા માળના કેબિનનો લોખંડનો દરવાજો વાળી ચોર લોકો એ દુકાનમાં પ્રવેશ કરી હરિયાણાનો સરસામાન કિંમત રૂપિયા 13,700 તથા રોકડ રૂપિયા 6,800 મળી કુલ કિંમત રૂપિયા 20,500 મળી આ બંને દુકાનો માંથી ચોર લોકોએ રૂપિયા 2,76,700 ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ બંને જગ્યાએ થયેલ ચોરીની 4 ડિસેમ્બર – 2022 ના રોજ સવારના સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. આ થયેલ ચોરી ની સુખસર પોલીસ દ્વારા તાત્કાલિક કોઈ તપાસ કરવામાં આવી નથી કે ડોગ સ્કોડ તેમજ ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ પણ લેવામાં આવેલ નથી.પરંતુ આ બંને જગ્યાએ ચોરી કરનાર તસ્કરો બંને દુકાનોમાં રાખવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરામાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે.ત્યારે આ ચોરીમાં સંડોવાયેલા તસ્કરોને શોધવા તે પોલીસ માટે પડકારતો નથી.

       ઉપરોક્ત બંને ચોરી થયાના સાત દિવસ બાદ સુખસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર લોકોની સામે એફ.આઇ.આર દાખલ કરવામાં આવેલ છે.જોકે પાંચેક માસમાં સુખસરમાં બંધ મકાનો તથા કરિયાણાની દુકાનોમાં સાતેક જગ્યાએ ચોરીના બનાવો બની ચૂકેલા છે.જેમાં અગાઉની ચોરીમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરી જનાર તસ્કર દુકાનમાં રાખેલ સી.સી.ટી.વી કેમેરામાં સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યો હતો.છતાં તે તસ્કર સુધી પોલીસ આજ દિન સુધી પહોંચી શકી નહીં હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે ગામમાં થતી ચર્ચા મુજબ હાલમાં કરિયાણાની દુકાનોમાં ચોરી કરી ફરાર થઈ જનાર અને સી.સી.ટી.વી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જણાઈ આવતા તસ્કરો સુધી પોલીસ પહોંચી શકશે કે કેમ?તે આવનાર સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!