Wednesday, 04/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ડુંગરાળ વિસ્તારની શિક્ષિત બહેન દ્વારા તેના પહેલા પગારથી ગામની શાળાના બાળકોને તિથિ ભોજન કરાવ્યું.

December 11, 2022
        3782
ફતેપુરા તાલુકાના ડુંગરાળ વિસ્તારની શિક્ષિત બહેન દ્વારા તેના પહેલા પગારથી ગામની શાળાના બાળકોને તિથિ ભોજન કરાવ્યું.

બાબુ સોલંકી, સુખસર 

 બી.એસ.સી બાદ એમ.એસ.સી નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઝાલોદ તાલુકામાં ગ્રામ સેવકની નોકરી મેળવી ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું.

સુખસર,તા.11

       ફતેપુરા તાલુકાનુ ભીતોડી ગામ ઉંડાણ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે.તેમજ ગ્રામજનો મોટાભાગે ખેતીવાડી સાથે સંકળાયેલા છે.અને મોટાભાગના ખેડૂતો માત્ર એક ફસલ ખેતી પાકોની ઉપજ મેળવે છે.પરંતુ ગ્રામજનોમાં સારી એવી જાગૃતિ હોવાનો અહેસાસ પણ થાય છે.સાથે- સાથે ગામમાં શિક્ષણની સ્થિતિ પણ સારી હોવાથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આગળના અભ્યાસ માટે ગામના વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાએ પણ સારી પ્રગતિ કરી રહ્યા છે.

      જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાનું જીતોડી ગામ ડુંગર અને ઊંડાણ વિસ્તારમાં આવેલું છે મોટાભાગે લોકો બહારગામ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને આવા ઊંડાણ અને ગરીબ વિસ્તારમાંથી અર્પિતાબેન રમણભાઈ બારીયા જેવો બીએસસી બાદ એમએસસીના અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગ્રામ સેવકની જગ્યાઓ ભરવા માટે જાહેરાત થતા ફોર્મ ભરી પરીક્ષા આપે છે અને પરીક્ષામાં દાહોદ જિલ્લામાં મેરીટમાં પ્રથમ ક્રમાંક મેળવી ગ્રામસેવકની નોકરી માટે પસંદગી પણ પામે છે અને જેઓને ઝાલોદ તાલુકાના વરોળ ગામે ગ્રામ સેવકની નિમણૂક મેળવતા ગામની શાળા સહિત ગ્રામજનો ગૌરવ વધારેલ હોવાનું જાણવા મળે છે અર્પિતા બેન બારીયા તેના પહેલા પગારથી ગામની પ્રાથમિક શાળાના બાળકોને દાળ ભાત અને બુંદીનું તિથિ ભોજન કરાવી સમાજ માટે ઉદાહરણ રૂપ અને પ્રેરણા રૂપ કાર્ય કરેલ હોવાનું જાણવા મળે છે.

           તેમજ અર્પિતાબેન બારીયાએ શાળાના બાળકોને સંદેશ આપ્યો હતો કે, “મહેનતનું ફળ હંમેશા મળેજ છે. તમે પણ મોટા થઈ શૈક્ષણ ક્ષેત્રે આગળ વધો અને ગામનું નામ રોશન કરો”એવું આહવાન કર્યું હતું જ્યારે શાળાના બાળકો ગ્રામજનો સહિત શાળા પરિવાર દ્વારા અર્પિતાબેન બારીયાને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!