બાબુ સોલંકી :- સુખસર
સંજેલીના કરંબા ગામે નલ સે જલ યોજનાનું વિધાનસભાના દંડકના હસ્તે લોકાર્પણ
સંજેલીમાં ૪૬.૪૧ લાખ ના ખર્ચે ૩૨૫ કનેક્શન અપાયા..
(પ્રતિનિધિ ) દાહોદ તા.12
ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના કરંબા ખાતે “નળ સે જળ” યોજના નું લોકાર્પણ વિધાનસભાના દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે કરાયું હતું.
ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ગામ માં ઘર દીઠ પીવા ના શુદ્ધ પાણી માટે નળ કનેકશન આપી નલ સે જલ યોજના અમલ માં મૂકી છે.જેની દરેક ગામ માં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.જેમાં સંજેલી તાલુકા ના કરંબા ગામે નલ સે જલ યોજના ની મંજુરી મળી હતી. જેમાં ૪૬.૪૧ લાખ ના ખર્ચે. ૩૨૫ જેટલા નળ કનેકશન આપવામાં આવ્યા હતા.
તળાવ અને કૂવા માંથી ઇરીગેશન કરી પાણી આપવાની શરુઆત કરાઈ હતી. ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે શ્રીફળ વધેરી ને નલ સે જલ યોજના નું લોકાર્પણ કરાયું હતું.દરેક ઘર સુધી નળ થી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે અંતર્ગત અંદાજીત ૪૬.૪૧ લાખના ખર્ચે ૩૨૫ નળ કનેક્શનનું લોકાર્પણ કર્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ પ્રજા ની સુવિધાઓ પૂર્ણ કરી રહી છે.
આ પ્રસંગે ગ્રામ પંચાયત ના સરપંચશ્રી,ગામ ના આગેવાન જગદીશભાઈ પરમાર, સભ્યોશ્રીઓ, જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.