Friday, 19/04/2024
Dark Mode

દાહોદના સ્ટેશન રોડ પર અજાણ્યા બાઈકની અડફેટે પરીક્ષા આપવા જતો પરીક્ષાર્થી ઈજાગ્રસ્ત…

October 11, 2022
        1142
દાહોદના સ્ટેશન રોડ પર અજાણ્યા બાઈકની અડફેટે પરીક્ષા આપવા જતો પરીક્ષાર્થી ઈજાગ્રસ્ત…

દાહોદના સ્ટેશન રોડ પર અજાણ્યા બાઈકની અડફેટે પરીક્ષા આપવા જતો પરીક્ષાર્થી ઈજાગ્રસ્ત…

દાહોદ તા.11

દાહોદના સ્ટેશન રોડ ઉપર અજાણ્યા બાઈક ચાલકે પરીક્ષા આપવા જતા સાયન્સના વિધાર્થીને અડફેટે લેતા વિધાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો 

દાહોદ તાલુકાના ઉકરડી ગામના તિતરીયા ફળિયામાં રહેતો અને દાહોદની કોલેજમાં ધોરણ 11 મા સાયન્સ કરતો વિધાર્થી રમેશભાઈ નબળા ભાઈ મછાર આજે પેપર આપવા માટે દાહોદની કોલેજમાં આવ્યો હતો અને પેપર આપી પરીક્ષા પુરી થતા તે તેના ઘર ઉકરડી ગામે મોટર સાઇકલ લઈને જઈ રહ્યો હતો તેવા સમયે સ્ટેશન રોડ ઉપર એક અજાણ્યો બાઈક નો ચાલક પૂરઝડપે અને ગફલત ભરી રીતે વાહન હંકારીને લાવતા અને વિધાર્થીને અડફેટે લેતા તેને જમીન ઉપર પટકી અકસ્માત સર્જી અજાણ્યો બાઈક ચાલક ઘટના સ્થળે થી ફરાર થયો હતો ત્યારે આજુબાજુમાં લોકો ભેગા થતા ઈજાગ્રસ્ત વિધાર્થીને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો વિધાર્થીને માથાના ભાગરૂપે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આ ઘટનાની જાણ તેના પરિવારને કરાઈ હતી અને પરિવારના લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!