બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા આશ્રમ શાળા ખાતે યુવાનોની ચિંતન શિબિર યોજાઈ.
ગ્રામ શિક્ષા,સ્વ જાગૃતિ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ,મહિલા જાગૃતિ,મતદાન જાગૃતિ જેવી બાબતોથી ઉપસ્થિત યુવાનોને માહિતગાર કરાયા.
સુખસર,તા.25
નહેરુ યુવા કેન્દ્ર દાહોદ આયોજિત ફતેપુરા તાલુકાના યુવાનોની શિબિર યોજવામાં આવી ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામડાઓમાં નહેરુ યુવા કેન્દ્ર સમિતિઓ બનાવવામાં આવેલ છે.આ સમિતિઓ જુદા જુદા આયામો પર કામ કરી રહી છે.જેમાં યુવાનોમાં સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ કરવા તરફ ગતિમાન કાર્યો કરી રહી છે.તથા “મારી ધરતી મારુ કર્તવ્ય”ગ્રામ શિક્ષા સ્વ જાગૃતિ,ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ,મહિલા જાગૃતિ મતદાન જાગૃતિ જેવા કાર્યક્રમો અને યુવા મંડળ વિકાસ રમતગમત જીવન કૌશલ્યની તાલીમ રાષ્ટ્રીય દિવસની ઉજવણી યુવા સંમેલન જેવી પ્રવૃત્તિઓ કરી રહી છે.જેના ભાગરૂપે ફતેપુરા તાલુકામાં 75 સમિતિમાંથી 45 સમિતિઓના પ્રમુખ,મંત્રીઓની ઉપસ્થિતિ રહી હતી.યુવા મંડળના પ્રમુખ જૈન,લબાના,પારગી, અને મુખ્ય અતિથિ અને વક્તા તરીકે શંકરભાઈ કટારા હાજર રહીને યુવાનોમાં પ્રેરણાદાયી પ્રવચન આપી યુવાનોમાં જોમ,જુસ્સો વધે યોગ્ય દિશા મળે અને રાષ્ટ્રભાવના વિકસે તેવી માહિતી આપવામાં આવી હતી.ધુળાભાઈ પારગી દ્વારા આભાર કરી ચિંતન શિબિર પૂર્ણ કરવામાં આવી હતી.