રાહુલ ગારી, ગરબાડા
વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ગરબાડા પીએસઆઇ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
હિન્દુ ધર્મના લોકોને ગેરકાયદે સર ધર્મ પરિવર્તન કરવાની પ્રવૃત્તિ કરાવતા મુસ્લિમ યુવકો સામે કાર્યવાહી કરવાનો ઉલ્લેખ
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગરબાડા પીએસઆઇ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જે આવેદનપત્રમાં જણાવ્યું કે ગરબાડા ગામના નદી ફળિયા ના લલ્લુભાઈ રાઠોડ ના મકાન માં તારીખ 25 9 2022 ના રોજ 12 થી 1 કલાક દરમિયાન આવેદન માં જણાવેલ
1) શેખ ઇસુદ અખબર જીવનદીપ સોસાયટી મહુડી ઝોલ ફળિયું મેદ (2) સદાબ શેખ
હિન્દુ ધર્મના લોકોને ધાર્મિક વિધિ કરવાના બહાને ભેગા કરી તેઓના પહેરેલા દોરા ધાગા નાડાછડી કાપી નાખી નારિયેળ જે હિન્દુ ધર્મના આસ્થા નો પ્રતીક છે તેને પગમાં રાખી હિન્દુ ધર્મના લોકોને વિધિ કરવાના બહાને તેઓના કાનમાં મુસ્લિમ ધર્મના વડાઓના તથા કુરાનની મહિમા જણાવી હિન્દુ ધર્મ કરતા મુસ્લિમ ધર્મ તેવો માફક થાય તેવી રીતે તેઓને માનસિક રીતે ધર્મ પરિવર્તન કરવા મજબૂત કાર્યકર્તા હોય તેવી જાણ અમોને થતા અમે તપાસ કરતા તેઓ સામા વાળા લોકો છેલ્લા દસ દિવસથી આ પ્રકારની કાર્યવાહી કરતા હોવાનું અને તે માટે કોઈપણ વ્યક્તિને શંકા ન જાય તે માટે હીન્દુ વ્યક્તિના ઘરનો ઉપયોગ કરતા હોય તે જાણવા મળેલ છે
જેના ઉપર એક બાબતે અમારી પાસે જરૂરી પુરાવા પણ મળેલ છે આમ સામા વાળા બળજબરીથી હિન્દુ લોકોને ધાર્મિક વિધિના બહાને ભેગા કરી તેઓને મુસ્લિમ ધર્મને આસ્થા ઊભી થાય તે પ્રમાણેની ધુપ તાપ કરે ખરું ખોટું સમજાવી ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરવાની પ્રવૃત્તિ કરી રહેલ હોય જે બાબતે સામાવાળા તથા તેઓના સાથે સંકળાયેલ તમામ લોકો સઘ તથા પરોક્ષ રીતે તેઓને મદદ કરનારાઓની તપાસ કરે તે બાબતે કાર્યવાહી કરવા માટે ગરબાડા મામલતદાર કચેરી અને ગરબાડા પોલીસ મથકે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
ગરબાડામાં હિન્દુ ધર્મના લોકોને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ કરાવતા મુસ્લિમ યુવકો સામે કાર્યવાહી કરવા ગરબાડા પીએસઆઇ અને મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું તસવીર વિપુલ જોષી