બાબુ સોલંકી, સુખસર
પંડિત દીનદયાલજીનાં જન્મદિને દંડક રમેશભાઈ કટારાની ઊપસ્થિતમાં બલૈયા ક્રોસીંગ ઉપર વિવિધ કાર્યક્રમો યોજાયા.
ફતેપુરા તાલુકા ના 156 કોંગી કાર્યકરો ભાજપામાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો
સુખસર,તા.25
દાહોદ જિલ્લામાં ભાજપ ચુંટણીલક્ષી તૈયારીઓમાં જોતરાઇ ગયુ છે.તેના અનુસંધાને રોજ નિત નવા કાર્યક્રમોે યોજાઇ રહ્યા છે ત્યારે તારીખ 25 સપ્ટેમ્બરના રેોજ પણ પંડિત દીનદયાલ જન્મ જયંતિ નિમિત્તે ફતેપુરા તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ભાજપાના મોવડીઓની હાજરીમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હોવાનું પક્ષના સૂત્રો દ્રારા જાણવા મળ્યુ છે.
સમગ્ર ભારતમાં હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનના ઉપલક્ષ્યમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.તે અંતર્ગત લોકકલ્યાણના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.દાહોદ જિલ્લામાં પણ સમગ્ર ભારતીય જનતા પક્ષના કાર્યકરો આવા કાર્યક્રમોમાં વ્યસ્ત દેખાઇ રહ્યા છે.તેવા સમયે તારીખ 25ન સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાલ જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લામાં જુદા જુદા સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ફતેપુરા તાલુકાનો કાર્યક્રમ બલૈેયા ક્રોસીંગ પર યોજાયો હતો.જેમાં દાહોદ જિલ્લા ભાજપાના વિધાનસભાના દંડક અને શ્થાનિક ધારાસભ્ય રમેશભાઇ કટારા, પ્રમુખ શંકરભાઇ આમલીયાર, જિલ્લાના પૂર્વ સંગઠન પ્રભારી અમિતભાઇ ઠાકર, જિલ્લા મહામંત્રી નરેન્દ્ર ભાઇ સોની સહિતના અગ્રણીઓ અને કાર્યકરો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિ રહ્યા હતા.સમગ્ર જિલ્લામાં પ્રમુખ શંકરભાઇ આમલીયારના નેતૃત્વમાં પ્રદેશની સુચના પ્રમાણેના દરેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને તેમાં તમામ સ્તરના કાર્યકરોને જોતરીને આખાયે જિલ્લામાં પક્ષનું સંગઠન મજબુત બની રહ્યુ છે.સરકાર દ્વારા પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે તેટલી જ ત્વરિત ગતિએ કામ કરવા તાકીદ કરવામાં આવી હોવાથી ચુંટાયેલા પદાધિકારીઓ પણ સક્રિય પણે કામગીરી કરી રહ્યા છે.ફતેપુરા તાલુકામાં યોજાયેલા કાર્યક્રમમાં તબીબોએ ગ્રામજોની નિઃશુલ્ક તપાસ કરી હતી તેમજ જરુર જણાય તેમને સઘન સારવાર માટે જણાવવામાં આવ્યુ હતુ.કાર્યક્રમ દરમિયાન જ પંડિત દીનદયાલને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી.ઉપરાંત સમગ્ર વિધાનસભા વિસ્તારના પેજ સમિતિના સભ્યોને તેમના ડીજીટલ ઓળખકાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.બીજી તરફ આખાયે રાજ્યમાં કોંગ્રસમાંથી ભાજપમાં મોટાપાયે ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન જ ફતેપુરા તાલુકાના નવા તળાવના પીઢ કોંગી કાર્યકર અને ગત વર્ષે સરપંચની ચુંટણીમાં માત્ર 13 મતથી પરાજિત થયેલા દિનેશભાઇ હકરાભાઇ પારગી, તેવી જ રીતે ગત તાલુકા પંચાતની ચુંટણીમાંે કોંગ્રેસના ઉમેદવાર અને ઘુઘસના માજી સરપંચ જીતેન્દ્રભાઇ મગનભાઇ પારગી,જલાઇ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વિક્રમભાઇ ચતુરાભાઇ પારગી ભાજપમાં જોડાઇ ગયા હતા.તેમની સાથે ફતેપુરા વિધાનસભા વિસ્તારના કુલ 156 કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કરી લેતાં કોંગ્રેસને મોટો ફટકો આ વિસ્તારમાં પડ્યો છે.ગુજરાતવિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, આણંદના પ્રભારી અમિતભાઈ ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર એ જણાવ્યુ હતુ કે દાહોદ જિલ્લામાં તમામ બેઠકો ભાજપ જીતશે કારણ કે કાર્યકરો સમર્પણના ભાવ સાથે કામ કરી રહ્યા હોવાથી વિજય નિશ્ચિત છે તેમાં કોઇ શંકા નથી.