
બાબુ સોલંકી સુખસર
નેતા બનવુ હોય તો પ્રજા ના દિલ માં વસવું પડે અને વિકાસ કામો કરવા પડે: દંડક રમેશભાઈ કટારા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્ર્મ અંતર્ગત કાર્યકર્તાઓ સાથે મિટિંગો યોજાઇ.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોને ઉપસ્થિત રહેવા અપીલ કરતા દંડક રમેશભાઈ કટારા
સુખસર,તા.13
દાહોદ જિલ્લામાં 20 એપ્રિલે વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી પાંચ જિલ્લાના સામૂહિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.વહીવટી તંત્ર દ્વારા જનમેદની એકત્ર કરવા માટે વહીવટીતંત્રને કામગીરી સોંપી દેવાઇ છે તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વિસ્તારોમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે.અને કાર્યક્રમ અંતર્ગત જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.ગુજરાત સરકારના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને લઇ કાર્યક્રમ બાબતે જરૂરી સૂચનો માટે મિટીંગો કરવામાં આવી રહી છે.બુધવારના રોજ સુખસર થી સંજેલી કદવાળ અને કંબોઈ ખાતે કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાઈ હતી.તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સાંસદ જશવંતસિંહ ભાભોર,જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર,મહામંત્રી નરેન્દ્રભાઈ સોની,પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા,પૂર્વ ડી.આઇ.જી બી.ડી વાઘેલા,તાલુકાના પ્રમુખો, મહામંત્રીઓ,વિવિધ મોરચાના કાર્યકર્તા ઓ સાથે જિલ્લા શીટ પ્રમાણે બેઠકો કરવામાં આવી હતી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ દિવસ રાત એક કરીને કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તે બાબતે સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે.જનમેદનીની લઈ જવા માટે એસ.ટી બસ તેમજ ખાનગી વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.