
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં વડાપ્રધાન મોદીના દાહોદમાં આગમનને લઇને વહીવટીતંત્રમાં ધમધમાટ
મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં મીટીંગો પર મિટિંગ નો ધમધમાટ મિટિંગોનો દોર શરૂ
ફતેપુરા તા.13
દાહોદ જિલ્લામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ આગામી તારીખ ૨૦ એપ્રિલના રોજ દાહોદ મુકામે આવવાના હોય તેમના આગમનને લઇ ને કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે વહીવટીતંત્રમાં ધમધમાટ શરૂ થઇ જવા પામી છે મીટીંગો ના મીટીંગો નો દોર શરૂ થઈ જવા પામેલ છે મામલતદાર કચેરીના સભાખંડમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી વસાવા ની અધ્યક્ષતા માં સરકાર માન્ય પંડિત દિન દયાલ દુકાનદારોની મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં મામલતદાર પી એન પરમાર નાયબ મામલતદાર એસ એમ ચૌધરી તેમજ સસ્તા અનાજના દુકાનદારો મેનેજર હાજર રહ્યા હતા તેઓને જરૂરી સુચના સૂચનો આપવામાં આવેલ હતા જ્યારે તાલુકા પંચાયતના સભાખંડમાં ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી આર આર ગોહિલ ને અધ્યક્ષતામાં મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી રાઠવા મામલતદાર પી એન પરમાર ફતેપુરા તાલુકા તલાટી કમ મંત્રી ના પ્રમુખ અતુલભાઇ ડોડીયાર તાલુકા પંચાયતના કર્મચારી ગણ તાલુકાના તલાટી કમ મંત્રી શ્રી ઓ આંગણવાડી વર્કર બહેનો આશાવર્કર બહેનો શાળાના આચાર્ય શિક્ષકો વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વડાપ્રધાન આગમનને લઇ ને કઈ રીતે તૈયારી કરવી કઈ રીતે કામગીરી કરવી વગેરેની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી