
કલ્પેશ શાહ :- સીંગવડ
લોકાર્પણની રાહ જોતો નવીન તાલુકા પંચાયત ભવન: ચાર મહિના પહેલાં તૈયાર થયેલો ભવનના લોકાર્પણનો નેતાઓ પાસે સમય નથી..??
સિંગવડ તાલુકાનું નવ નિર્મિત તાલુકા પંચાયત ભવન કોઈક મોટા નેતાના હસ્તે લોકાર્પણ ની રાહ દેખી રહ્યું હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે.
સીંગવડ તા.22
સિંગવડ તાલુકા પંચાયત ભવન તૈયાર થઈ ગયા અને ચાર મહિના જેટલો સમય થવા આવ્યો છે.પણ પ્રજાના હિતમાં બનાવેલું આ નવનિર્મિત ભવન કોઈક મોટા નેતા કે પછી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને લોકાર્પણની રાહ દેખી રહ્યું હોય તેમ પ્રતીક રહ્યું છે.જ્યારે આ તાલુકા ભવન બનાવવાનું ખાત મુહૂર્ત કરવા માટે ગુજરાત રાજ્યના આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવા તથા પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે કરવામાં આવ્યું હતું.જેને કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરીને ચાર મહિનાથી મૂકી દેવામાં આવ્યું છે.જો તાલુકા પંચાયત ભવનની ઓફીસ નવા ભવનમાં જાય તો અધિકારીઓને તથા નાગરિકોને તેમના કામ ઝડપથી થાય તેમ છે. જ્યારે સરકારી કર્મચારીઓને પણ ખુલ્લી જગ્યા મળી જાય તેમ છે.જ્યારે હમણાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ભાડાના મકાનમાં ચાલતું હોય તે ખાલી થઈ જાય તો ઔદ્યોગિક તાલીમ સંસ્થા ને પણ તેમના બીજા રૂમ કામે લાગે તેમ છે. જ્યારે આ તાલુકા પંચાયત ભવન તૈયાર થઈ ગયું હોય તો પછી વિલંબ કેમ થાય છે.? તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યું છે.તાલુકા પંચાયત ભવન બની ગયા પછી વિલંબ થવાનું કારણ કાંઈ સમજાતું નથી તેમ લાગી રહ્યું છે.કે પછી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાહોદ આવ્યા હતા.તે સમયે ઈ લોકાર્પણ કરવાના હતા. પરંતુ કોઇ કારણસર તે મુલતવી રાખવામાં આવ્યું હતું.જ્યારે આ નવા તાલુકા ભવનનું લોકાર્પણ જલ્દી થાય તો સરકારી કામો પણ ઝડપથી થાય તેમ લોકોમાં ચર્ચાનો વિષય છે.માટે તાલુકા ભવનનું લોકાર્પણ ફટાફટ થાય તેવી લોકોની માંગ છે.