Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં પરિવારથી ભૂલા પડેલા ૭૫ વર્ષીય વૃદ્ધાનું ગણતરીના કલાકોમાં “ મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

March 22, 2022
        742
દાહોદમાં પરિવારથી ભૂલા પડેલા ૭૫ વર્ષીય વૃદ્ધાનું ગણતરીના કલાકોમાં “ મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

રાજેન્દ્ર શર્મા :- દાહોદ

દાહોદમાં પરિવારથી ભૂલા પડેલા ૭૫ વર્ષીય વૃદ્ધાનું ગણતરીના કલાકોમાં “ મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

દાહોદ તા.22

  ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને શ્રી બ્રહમ સમાજ સેવા ટ્રસ્ટ,મહેસાણા સંચાલિત , સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા સવારથી પુત્રના ઘરે જાઉ છું તેમ કહી નીકળ્યા બાદ ભૂલા પડી જતાં દાહોદના દેલસર રોડ વિસ્તારમા ગભરાયેલી હાલતમાં ફરતા જોવા મળતા એક યુવકે આ આ વૃધ્ધ મહિલાને મદદ માટે પૂછતાં તેમણે જણાવેલ કે તેમણે દીકરાના ઘરે જવું છે.જે શિવ મંદિર પાસે રહે છે . વૃદ્ધાને આટલું જ યાદ હોવાથી આ યુવક વૃદ્ધા ને ૨ કલાક સુધી જુદા – જુદા શિવ મંદિર પાસે લઈ ગયો.પરંતુ દીકરાનું ઘર મળ્યું નહિ.જેથી આ યુવકે તેના મિત્રને વાત કરતાં,મિત્ર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે જણાવેલ હતું. જેથી બન્ને મિત્રો વૃદ્વ મહિલાને રાત્રે સવા ૯ કલાકે સખી વન સ્ટોપ સેન્ટર પર લઈને આવેલ તથા તમામ હકીકત જણાવેલ . જેથી હાજર કેંદ્ર સંચાલક વસાવા લક્ષ્મીબેન તથા કેશ વર્કર પરમાર હસુમતી બેન દ્વારા આ માજીને તાત્કાલિક આશ્રય આપેલ ત્યાર બાદ વૃદ્ધ મહિલા જોડે સાથે શાંતિથી વાતચીત કરતાં વૃદ્ધ મહિલાએ પોતાની ભૂતકાળની વાતો વાગોળતાં વાતોની કડીઓ જોડતા ખબર પડેલ કે વૃદ્ધ મહિલા દાહોદ નજીકના ગામના વતની છે . પરંતુ દીકરો દાહોદમાં રહેતો હોવાથી તેઓ અવાર નવાર તેના ઘરે આવે છે . પરતું આજ રોજ સવારથી તેઓ દાહોદ આવ્યા બાદ રસ્તે ભૂલા પડેલ , જેથી

વૃદ્ધ મહિલાની તમામ વાતોને દયાનમાં લઈ આપેલ વતનના એડ્રેસના ગામે સંપર્ક કરી

વૃદ્ધ મહિલાના ફોટા સોસિયલ મીડિયા દ્વારા મોકલાવેલ જેથી તેમણે ખાતરી આપી કે આ માજી જે કહે છે. તે સાચું છે . જેથી વૃદ્ધાના પરિવારનો સંપર્ક કરી તેને હકીકત જણાવી હતી.વૃદ્ધાના દિયરે તેમના દાહોદ ખાતે રહેલા દીકરાનો કે નંબર આપતા તેમને સાથે ટેલિફોનીક વાતચીત કરતા તે સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે તાત્કાલિક દોડી આવેલ. દીકરા સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે તેમના પિતાનું મુત્યુ ૧ વર્ષ અગાઉ થયેલ છે . પિતાના મુત્યુ બાદ માતાની માનસિક સ્થિતિ થોડી કથળી છે.એ હજુ પણ સ્વીકારતી નથી કે પિતા ગુજરી ગયા છે . અને આમજ કોઈ પણને કીધા વગર વારંવાર ઘરેથી નીકળી જાય છે . કોઈનું કહેવાનું માનતા જ નથી . આખો દિવસ દીકરાના ઘરે રહે અને સાંજે ગામડે જવાની જીદ પકડીને કહે છે કે તારા પપ્પા મારી રાહ દેખતા હશે મારે ગામડે જવું છે . માજી કોઈની પણ વાત માનતા નથી . જેથી મોટા ભાગે ગામડે જ રહે છે , ક્યારેક તે દીકરાના ઘરે દાહોદ આવતા હોય છે . પરંતુ આવું પહેલી વાર થયું કે તે ભૂલા પડી ગયા

આમ તમામ હકીકત સાંભળી દીકરાને માતાની સંભાળ રાખવા જણાવેલ ભવિષ્યમાં આવી ફરીથી નહિ થાય તેનું સંપૂર્ણ ધ્યાન દીકરો રાખેશે તેમ જણાવતા વૃદ્ધાએ પણ દીકરા સાથે જવા સહમત થતા, આધાર પુરાવાની ખાતરી કરી વૃદ્ધાને દીકરા સાથે રાજીખુશી ઘરે મોકલાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!