Friday, 07/10/2022
Dark Mode

સીંગવડ તાલુકાના પીપળીયા ગામે એક્ટિવાની અડફેટે મોટર સાઇકલ સવારનું ઘટનાસ્થળે મોત..

February 18, 2022
        532
સીંગવડ તાલુકાના પીપળીયા ગામે એક્ટિવાની અડફેટે મોટર સાઇકલ સવારનું ઘટનાસ્થળે મોત..

કલ્પેશ શાહ :- સિંગવડ

સીંગવડ તા.૧૮

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામે એક એક્ટીવા ટુ વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ટું વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ એક વ્યક્તિને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજતાં પાલીસે તપાસ હાથ ધરી છે.

ગત તા. ૧૭મી ફેબ્રુઆરીના રોજ લીમખેડા તાલુકાના વીસલંગા ગામે રહેતો મહેશભાઈ મનસુખભાઈ નીનામા પોતાના કબજાની એક્ટીવ ટુ વ્હીલર ગાડી લઈ પીપળીયા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ પ્રભાતભાઈ ગોપાળભાઈ ડામોર (રહે. નાના આંબલીયા, વચલુ ફળિયું, તા. સીંગવડ, જિ.દાહાદ) નાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં પ્રભાતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં અને તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે નાના આંબલીયા ગામે વચલુ ફળિયામાં રહેતાં બાબુભાઈ ગોપાળભાઈ ડામોરે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!