
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના દાસા ખાતે સાંસદ દ્વારા નવનિયુક્ત સરપંચ તેમજ સભ્યોનું અભિવાદન કાર્યક્રમ યોજાયો
સીંગવડ તા.25
સીંગવડ તાલુકાના દાસા ગામે નવનિયુક્ત સરપંચો તથા વોર્ડના સભ્યોને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા અભિવાદન તથા શુભકામનાઓ આપવામાં આવી
સીંગવડ તાલુકાના દાસા ગામે સાંસદ જશવંતસિંહ ભાભોર ના નિવાસ્થાને ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નવનિયુક્ત સરપંચો તથા વોર્ડના સભ્યો જેમાં લીમખેડા તાલુકો સિંગવડ તાલુકા તથા ફતેપુરા તાલુકાના જીતેલા સરપંચો ના ઉમેદવારો ને સાંસદ જશવંતસિંહ ભાભોર તથા લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર દ્વારા તેમના નિવાસસ્થાને આ સરપંચો મળવા ગયા હતા તો તેમને અભિવાદન કરી તથા સાલ ઓઢાડીને શુભકામનાઓ આપવામાં આવી હતી જ્યારે પંચાયતો માં કામ કરીને લોકોને ઉપયોગી થવા જણાવ્યું હતું