
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ઝાયડસ હોસ્પિટલમાં દશેરા પર્વ નિમિત્તે હોસ્પિટલના મશીનો કોમ્પ્યુટર તેમજ સંસાધનોનું પૂજન કરાયું
દાહોદ તા.૧૫
દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ ખાતે આજરોજ દશેરાના પાવન અવસરે હોસ્પિટલના મશીનો, કોમ્પ્યુટર વિગેરે મશીનનો પુજા કરવામાં આવી હતી.
કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો હતો. કોરોનાની મહામારીમાં દાહોદની આ ઝાયડસ હોસ્પિટલના સત્તાધીશો દર્દીઓની સારવાર માટે ખડેપગે તત્પર હતાં. કોરોના કાળ દરમ્યાન અને ત્યાર પછીપણ દર્દીઓની સેવામાં સુવિધા યુક્ત મશીનોની આજે દશેરાના પાવન અવસરે પુજા કરવામાં આવી હતી. સીટી સ્કેન મશીન, કોમ્પ્યુટર વિગેરે જેવા મશીનો અને સાધનોની પુજા કરી, તીલક કરી, ફુલહાર ચઢાવવામાં આવ્યાં હતાં. ઝાયડસ હોસ્પિટલના સીઓઓ ર્ડા. સંજયકુમારના માર્ગદર્શન હેઠળ જનરલ મેનેજર પ્રકાશભાઈ પટેલના હસ્તે, ઓપરેશન થીએટર, સીટી સ્કેન, વેન્ટીલેટર, ઓક્સિજન પ્લાન્ટ, કોમ્પ્યુટર વિગેરેની પુજા કરવામાં આવી હતી.
————————————-