ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર મેન બજારમાં ભારે વરસાદને કારણે 60 વર્ષ જૂનું મકાન ધરાશાયી…
સંતરામપુર નગરમાં વરસાદના કારણે 60 વર્ષ જૂનું જર્જરી અને કદમ હાલતમાં થઈ ગયું મકાનનો ઉપરનો ભાગ વરસાદના કારણે નીચે પડ્યો હતો આ રીતે મકાનનો ભાગ નીચે પડવાથી જોરદાર ધડાકો થયો હતો આજુબાજુના લોકોને આવેલા હતા પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી આ ઘટના સ્થળે નગરપાલિકા આવીને તાત્કાલિક મકાનની બંને બાજુ પતરા મારીને જવા માટેનો રસ્તો બંધ કરવામાં આવેલો હતો આ જગ્યાએ કુલ ચાર રસ્તાઓ પડતા હોય છે ચારેય બાજુથી માણસોની અવરજવર સૌથી વધારે રહેતી હોય છે અચાનક વરસાદના કારણે મકાન પડી જતા સ્થાનિક લોકોમાં ભય અને ડર નો માહોલ જોવા મળેલો હતો પાલિકાએ મકાન માલિકને તાત્કાલિક આખા મકાનને ઉતારી દેવા માટેની નોટિસ આપી હતી પરંતુ મકાન માલિક અને નીચે કરતા દુકાનના વેપારીઓ 60 વર્ષ કબજેદાર હોવાથી મકાન ખાલી કરવા માટે તૈયાર જ નથી મકાન માલિકે અગાઉ પણ તમામ કબજેદારને જણાવેલું કે આ મકાન જર્જરી હાલતમાં છે અને મકાન માલિકે પણ નોટિસ આપેલી પરંતુ ૬૦ વર્ષથી પાંચ વેપારી નીચે દુકાન ચલાવનાર કબજો જમાવીને બેઠા છે પરંતુ ખાલી કરવા તૈયાર નથી મહિને ₹35 લેખે ભાડા પેટે આ દુકાનો આપેલી હતી મકાન માલિક છેલ્લા ઘણા સમયથી દુકાનદારો પાસેથી મની ઓર્ડર થી ભાડું મોકલતા તે પણ પરત કરેલું હતું અને સ્વીકારેલું હતું પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયેલો કે મકાન માલિક અને કબજેદાર વચ્ચે પ્રકરણના કારણે આવા રોડ ઉપર જૂના મકાનની હોવાથી મોટી દુર્ઘટના ઘટના ભયભીતી અને જોખમી કારક બની રહ્યું છે આવા જોખમી કારક મકાનના કારણે ગમે ત્યારે પણ મોટી ઘટના બની શકે છે તાત્કાલિક નગરપાલિકા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકને નોટિસ આપી હતી નગરપાલિકા જણાવેલું કે મકાનની આજુબાજુ થી કોઈએ પસાર થવું નહીં જો પસાર થશો જાનહાની સાથે તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં નગરપાલિકા મકાનની બાજુમાં પતરા મારીને રસ્તો બંધ કરી દીધેલો હતો.