ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના વાજ્યા ખુર્દ ગામે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી ..
મકાનમાં રહેલા પરિવારનો આબાદ બચાવ…
સંતરામપુર તાલુકાના વાજયાખુદ ગામે ડબોડી ફળિયામાં રહેતા માલ કાંતિભાઈ કમજીભાઈ પોતાના મકાનની અંદર પરિવાર સાથે રહેતા હતા રાતના સમયે દમદાર વરસાદ પડી રહેલો હતો ત્યારે મકાનની અંદર કાચા મકાનમાંથી દિવાલ તૂટી પડી હતી અને એક સાઈડ નું આખું છાપરું બેસી ગયું હતું અને આખો પરિવાર આવી ઘટના બનતા જ ખૂણામાં એક સાઇટ આખી રાત બેસી રહ્યા પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી આ ઘટનાની તંત્રને જાણ થતા તલાટી સરપંચ સહિત સ્થળ ઉપર જઈને પંચ કેસ પણ કરેલો હતો પરંતુ આવા કાચા મકાનના કારણે ગ્રામ્ય વિસ્તારના પરિવારને જીવના જોખમી રહી રહ્યા છીએ હજુ પણ સંતરામપુર તાલુકાના સંખ્યાબંધ ગામમાં સરકારના વડાપ્રધાન આવાસ યોજના થી વંચિત રહેલા છે આવા ગરીબ પરિવારને સુવિધા મળે તેવી આશા રાખીને પણ બેઠા છે ગામની અંદર મકાન પડી જતા જ દોડધામ મચી ગઈ હતી આજુબાજુના ગામના લોકો પણ દોડી આવ્યા હતા પરંતુ મકાનના એક બાજુ સૂર્ય હોવાના કારણે મકાનમાં રહેતા તમામ પરિવારનો આબાદ બચાવ થયેલો હતો