ઇલ્યાસ શેખ :- સંતરામપુર
અહો આશ્ચર્યમ… સંતરામપુર નગરપાલિકાએ એક પરિવાર ની સુવિધા માટે ત્રણ લાખના ખર્ચે આર.સી.સી.રોડ બનાવ્યું..!!
સંતરામપુર તા.15
સંતરામપુર પાલિકા એક જ પરિવારના સુવિધા માટે આશરે ત્રણ લાખ ખર્ચીને રસ્તો બનાવ્યો તેની પાછળનું કારણ શું કોઈને પણ સમજાતું નથી આ રીતની સુવિધા પૂરી પાડવાનું કયો સરકારે નિયમ છે નગરપાલિકા સરકારી નાણા નો દુર ઉપયોગ કરી રહી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી સંતરામપુર
વોર્ડ નંબર એક વિસ્તારમાં આવેલું સંત જૂના તળાવ એક જ પરિવાર એક જ મકાન જ્યાં પોતાનું આંગણું ગણાતું હોય છે આંગણાની અંદર નગરપાલિકાએ આખો જ રસ્તો બનાવ્યો તેના પાછળનો હેતુ શું છે સમજાતું નથી આ જ રીતના જુના તળાવના આશરે 10 જેટલા રસ્તાઓ બનાવ્યા છે બીજી બાજુ વોર્ડ નંબર ત્રણમાં સુખી નદીની સામે શ્રી સરકાર અને ડુબાણ વિસ્તાર ગણાતો ત્યાં પણ એક જ વ્યક્તિ રહે છે આ જ રીતે નગરપાલિકાએ રસ્તાની કામગીરી હાથ ધરી છે હાલમાં સંતરામપુર નગરમાં જાહેર રસ્તાઓ ઉપર મોટા મોટા ખાડાઓ અને રસ્તાઓ તૂટી ગયા છે અને નાગરિકો મુશ્કેલી બેઠી રહ્યા છીએ ખાડા પણ પુરવા તૈયાર નથી નવા રસ્તા બનાવવા તૈયાર નથી પરંતુ બિનજરૂરી રસ્તા બનાવવામાં નગરપાલિકાના રસ કેમ જાગ્યો નગરમાં ચર્ચા નું જોર પકડું છે