
ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુરના ગોધરા ભાગોળ વિસ્તારના વરસાદી ગટર રોના ઢાંકણાઓ છેલ્લા બે વર્ષથી ખોલવામાં આવ્યા જ નથી..
પ્રિ-મોન્સૂન કામગીરીમાં અનેક સવાલો ઉઠયા:
ચોમાસા ટાણે નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી ન કરાતા સ્થાનિકોમાં આક્રોશ..
સંતરામપુર તા.07
સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કારગિલ પેટ્રોલ પંપથી બસ સ્ટેશન ચાર રસ્તા સુધી લાંબી ગટર બનાવવામાં આવેલી હતી.પરંતુ બે વર્ષ ઉપરાંત સમય નીકળી ગયો છે. પરંતુ હજુ સુધી આ વરસાદી ગટર લાઈનન પર ગટર ખુલ્લી કરવામાં આવેલી નથી સફાઈના અભાવે ગટર ચારેબાજુથી ચોકઅપ થઈ ગઈ છે. નગરપાલિકા હજુ સુધી જ્ઞાન આપવામાં આવેલ નથી નગર અત્યારે પણ વિવિધ વિસ્તારોમાં સફાઈ નો સૌથી મોટો પ્રશ્નો ઉભો થયેલો છે પ્રિમોન્સુન કામગીરી ચોમાસુ ગણતરીનો સમય બાકી છે હજુ સુધી કામગીરી કરવામાં આવેલી નથી આ ગટર ઉપર દબાણ અને કેબીનો મૂકીને ફીટ કરી દેવામાં આવેલી છે અને કેટલીક જગ્યાએ તો તે માટી નાખીને બંધ કરી દેવામાં આવેલી છે રૂપિયા આશરે વરસાદી ગટર 15 લાખ ખર્ચ કરીને બનાવવામાં આવેલી હતી સરકારના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે તાત્કાલિક પાલિકા દ્વારા વરસાદી ગટરની સફાઇ કરવામાં આવે અને ખુલ્લી કરવામાં આવે તો ચોમાસા દરમિયાન રોડ ઉપર પાણી ફરી વળે અને ચોમાસાના પાણી નિકાલ સરળતાથી થઈ શકે