Wednesday, 10/08/2022
Dark Mode

ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ ઉપર બાઈક સ્લીપ ખાતા બાઈકની પાછળ બેસેલા વ્યક્તિનું મોત:એક ઈજાગ્રસ્ત…

June 7, 2022
        3030
ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ ઉપર બાઈક સ્લીપ ખાતા બાઈકની પાછળ બેસેલા વ્યક્તિનું મોત:એક ઈજાગ્રસ્ત…

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ ઉપર બાઈક સ્લીપ ખાતા બાઈકની પાછળ બેસેલા વ્યક્તિનું મોત:એક ઈજાગ્રસ્ત…

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ ઉપર એક મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં એક ઈસમ નું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા. ૦૬ જુનના રોજ ગરબાડા નગરના ભાભોર ફળિયામાં રહેતાં અર્જુનભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ગરબાડા તાલુકાના ગાંગરડી ગામેથી રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં પાછળ બેઠેલા વિકાસભાઈ મોટરસાઈકલ પરથી ફંગોવાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે ગરબાડા નગરના નીચવાસ ફળિયામાં રહેતાં યગ્નેશભાઈ પવનકુમાર જાદવ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!