ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તા.22
સંતરામપુર તાલુકામાં ખેડાપા આઉટપોસ્ટ હદ ના ભમરી ગામે વગર મેડીકલ ડીગ્રીએ ગેરકાયદેસર દવાખાનું ચલાવાતું હોવાની સંતરામપુર પીઆઇ ભોઈ ને માહિતી મળતા સ્થાનિક પોલીસે માહિતી આધારે તપાસ કરી ને સંતરામપુર પોસઈ.ડી.એચ.રાઠોડ ને પોલીસ સ્ટાફ વિરસીંગ સળુભાઈ. દિનેશભાઈ ધનાભાઈ નેશૈલેશ ધનાભાઈ નેલક્ષમણ રણછોડભાઈ ના ઓ ને ખેડાપા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો.વિજયભાઇ ડામોર ના ઓને સાથે રાખીને ભમરી ગામે વગર મેડીકલ ડીગ્રી એ ગેરકાયદેસર દવાખાનું ચલાવતા રાજસથાનના વાંસવાડા જીલ્લા ના સજજનગઢ તાલુકાનાં ગામ.ગોદા વરાનારેગ ના પ્રવિણ શ્યામલાલ કટારા ના ઓ ને રંગે હાથ ઝડપી પાડેલ છે.
આ ઝોલા છાપ ડોક્ટર પ્રવિણ ભમરી ગામે એક છાપરા માં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો અને મેડીકલ ડીગ્રી વગર ને સટિઁફિકેટ વગર માત્ર અનુમાન ને અનુભવ ના આધારે બિમાર દદીંઓ ને એલોપેથી દવા ને ઈન્જેકશન આપી ને ગરીબ આદિવાસી દદીંઓ ના આરોગ્ય ને સ્વાસ્થય સાથે ગંભીર ચેડાં ને બેદરકારી ભયુઁ કૄતય કરતા પોલીસે ઝડપી પાડી ને તેના કબજામાંથી ઈન્જેકશનો ને એલોપેથી દવા ઓનો જથ્થો પણ કબજે લઈને આ પ્રવિણ શ્યામલાલ કટારા સામે કાયદેસર ગુનો દાખલ કરી ને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હજુ પણ સંખ્યાબંધ બોગસ ડિગ્રી વાળા દવાખાના ચલાવી રહ્યા છીએ અને કેટલા સંતરામપુર તાલુકાના ડોક્ટર ના હોવાના કારણે કમ્પાઉન્ડમાં દવાખાના ચલાવતા હોય છે આ રીતે સંતરામપુર નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી ગ્રામ્ય પ્રજાને આરોગ્ય સ્વાસ્થય સાથે બોગસ ડોક્ટરો છેડા કરીને જીવ જોખમમાં મુકાયો હોય છે સંતરામપુર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં નિયમ મુજબ એ ડોક્ટર દવાખાનો ચલાવી શકે છે તમામ ની તપાસ થવી જોઇએ.