ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકા ડોડી અને લીમડી ગામમાં ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવાની સુવિધા પૂરી કરાઈ
સંતરામપુર તા.23
સંતરામપુર તાલુકો ડોડી ગામે જિલ્લા પંચાયત સીટ અને સાત ગામોમાં મોરવાહડપ ના એમએલએ અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુધાર ના વરદ હસ્તે આજે ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવેલું હતું 7 ટેન્ક કરો મોરવાહડપ એમએલએ ગ્રાન્ટ ફાળવીને પાણીના ટેન્કરો ની સુવિધા પૂરી પાડવામાં આવેલ હતું સંતરામપુર તાલુકાના ડોળી લીમડી વિવિધ ગામોમાં પાણીની ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી પાણી માટે વલખા મારવા નો વારો આવ્યો હતો આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર ગ્રાન્ટમાંથી સાત પાણીના ટેન્કરો ની ફાળવણી કરી હતી સવાર-સાંજ ગમે ત્યારે પણ ગ્રામજનોને પાણીની જરૂર પડે તો પાણી પૂરું પાડવાની બાહેધરી અને સૂચના આપવામાં આવી હતી આ પ્રસંગે આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર મહિસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથસિંહ બારીયા લીમડી જિલ્લા પંચાયતના સભ્ય રાજેશભાઈ પટેલિયા બળવંતભાઈ પટેલિયા કાર્યકર્તાઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પાણીની સુવિધા પૂરી પાડતા ગ્રામજનોએ મંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો ફોટો