Monday, 27/06/2022
Dark Mode

દાહોદમાં બહુચર્ચિત મર્ડર કેસમાં કોન્ટ્રાકટ કિલિંગ અંતર્ગત 10 લાખની સોપારી આપ્યાનો ખુલાસો:કામની શોધમાં લેબ ટેકનીશીયન બન્યો હત્યારો..!!

May 24, 2022
        1006
દાહોદમાં બહુચર્ચિત મર્ડર કેસમાં કોન્ટ્રાકટ કિલિંગ અંતર્ગત 10 લાખની સોપારી આપ્યાનો ખુલાસો:કામની શોધમાં લેબ ટેકનીશીયન બન્યો હત્યારો..!!

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….

દાહોદમાં ચકચારી મર્ડર કેસ:નોકરી શોધતો લેબ ટેકનીશીયન બન્યો કિલર..

છેલ્લા 10 વર્ષથી ચાલતા વિવાદ અને તકરાર લઈને કોન્ટ્રાકટ કિલિંગ અંતર્ગત 10 લાખની સોપારી અપાઈ હોવાનો પર્દાફાશ..

દાહોદ પોલીસે હત્યારા સહીત 4 ઇસમોને ઝડપી પાડયા

લેબ ટેકનિશિયન ના કામ કરતા મુસ્તુફાએ કામ અંગે વાત કરતા હત્યાંની સોપારી અપાઈ..

હત્યાકાંડમાં સામેલ આરોપીઓએ એક અઠવાડિયા સુધી રેકી કરી ઘટનાને અંજામ આપ્યાનો ખુલાસો..

મર્ડર કેસમા સામેલ મુખ્ય આરોપી મોઇન અન રેકી કરનાર ઈસમનું ઘટના સ્થળે ઉપસ્થિત હતા..

દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ વિજ્ઞાનનો સમન્વય સાધી બે દિવસમાં હત્યાનો ભેદ ઉકેલ્યો..

દાહોદ તા.૨૪

 

દાહોદ શહેરના એમ.જી. રોડ કુકડા ચોક (વલ્લભ ચોક )ખાતે બે દિવસ પહેલા સમી સાંજે ભરબજારમાં વ્હોરા સમાજના યુવકની હત્યાના મામલામાં દાહોદ પોલીસની જુદી જુદી પાંચ ટીમો દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી નાંખવા તપાસનો ધમધમાટ આરંભ કરતાં આરોપી હત્યારાને ગોધરા તેના મામાને ત્યાંથી ઝડપી પાડી લીધો છે. ત્યારે આ હત્યા વાહન અકસ્માત (રોડ રેન્જ )મામલે નહીં પરંતું યુવકને મોતને ઘાટ ઉતારવા માટે પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે કોન્ટ્રાકટ કિલિંગ અંતર્ગત હત્યા કરવા સોંપારી અપાઈ હોવાનું પોલીસ સમક્ષ ઝડપાયેલ આરોપીએ કબુલાત કરતાં ચકચાર મચી જવા પામી હતી. હાલ મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે ત્યારે આ ગુન્હામાં કુલ ચાર ઈસમોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે અને અન્ય આરોપીઓને પકડી પાડવા સારૂં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.

 

દાહોદના હમીદી મોહલ્લાના રહેવાસી યુનુસ અકબરભાઈ કતવારાવાલા પોતાની મોરસાઈકલ લઈ દાહોદના એમ.જી. રોડ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં. તેમજ તેમની પાછળ મુસ્તુફા સાકીર ઉર્ફે સાકીર ઉર્ફે બાદશાહ શેખ પસાર થઈ રહ્યો હતો અને પ્રથમ તબક્કે વાહન અકસ્માત મામલે રકઝક થઈ હતી અને આક્રોશમાં આવેલા મુસ્તુફાએ ચપ્પુના ઉપરાછાપરી ચાકુના જીવલેણ વાર કરતા યુનુસભાઈ લોહીના ખાબોચીયા સાથે સ્થળ પરજ ઢળી પડ્યાં હતાં.અને હોસ્પિટલ લઈ જતાં પહેલા રસ્તામાંજ તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ મુસ્તુફા બિન્દાસ્ત રીતે ફરાર થઈ જતા પોલીસે આરોપીને ઝડપી પાડવા સારૂં દાહોદના જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફુટેજાેનો ચકાસણી હાથ ધરી હતી. અને અલગ અલગ ટીમો પાંચ ટીમો બનાવી હતી. મુસ્તુફા શેખને બે દિવસની તપાસ દરમિયાન ઝડપ્યા બાદ મુસ્તુફાની પુછપરછોનો ધમધમાટ આરંભ કરતાં પ્રથમ તબક્કે આરોપી મુસ્તુફાએ આકસ્મિક બનાવ બનેલ હોવાનું રટણ કરતો હતો જોકે પોલીસે મુસ્તુફાની ઝીણવટ ભરી રીતે પુછપરછ કરતાં મુસ્તુફા ભાંગી ગયો હતો અને મુસ્તુફાને પૈસાની જરૂર હોય તેના મિત્ર મોઈન હમીદખાન પઠાણને બે અઠવાડીયા અગાઉ કામ આપવા બાબતે વાત કરી હતી અને મોઈન પઠાણે તેના મિત્ર મોહમંદ ઉર્ફે જુજર ઈસ્માઈલભાઈ લોખંડવાલાએ મરણ જનાર યુનુસભાઈ સાથેની તેની જમીની લેવડ દેવડમાં તેના ઉપર કોર્ટ મેટર દાખલ તેમજ યુનુસ જાેડે ચાલતાં બીજા અન્ય ગુનાઓથી પોતે છુટકારો મેળવવા માંગતો હોય જેથી મોહમંદ લોખંડવાલાની ઓફિસમાં ૧૦ લાખ રૂપીયાી સોપારી મોઈન પઠાણ દ્વારા લેવામાં આવી હતી અને મરણ જનાર મુસ્તુફાને મોતને ઘાટ ઉતાર્યાેં હોવાનું આરોપી મુસ્તુફાએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી..

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૨ વર્ષથી ચાલતી આ તકરારમાં યુનુસભાઇ કોણ કોને કેટલું નડ્યું.?એતો બહાર આવશે જ.પરંતુ જમીનો અને મીલ્કતો બાબતમાં વિવાદાસ્પદ કારર્કિંદી ધરાવતાં અને મોતને ઘાટ ઉતારાયેલા યુનુસે કોની સામે કેટલી અરજીઓ અને કોના સોદાઓ કેટલીવાર ફોક કરાવ્યાં છે.? તે દિશામાં પણ ઘનિષ્ઠ તપાસ હાથ ધરાય તો હજુ વધુ ચોંકાવનારી હકીકતો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.તો આ હત્યામાં સોપારી આપનાર ઝૂઝર લોખંડવાલા સહિત અન્ય પરિવારો કે અન્ય જમીનદારો પણ સામેલ છે કે નહીં ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

નોકરી શોધતો લેબ ટેકનીશીયન બન્યો કિલર:હત્યાને પાર પાડવા માટે ૧૦ લાખની સોપારી અપાઈ

સમી સાજે દાહોદના વલ્લભ ચોક ખાતે થયેલી હત્યા કોન્ટ્રાક્ટ કીલીગ હોવાનું બહાર આવ્યું છે. દાહોદ ખાતે બનેલા ચકચારી હત્યાના બનાવમાં જમીન સંબંધી તકરારો અને અદાવતમાં ૧૦ લાખની સોપારી આપી યુનુસનો કાંટો કાઢવાની યોજના ઘઢાઈ હતી જેમાં મુખ્ય આરોપી મોઈનને તેના મિત્ર મહોમંદ ઉર્ફે ઝુઝર ઈસ્માઈલ લોખંડવાલાએ મરણ જનાર યુનુસ અકબર કતવારાવાલાને પતાવી દેવાની અને તેનો કાંટો કાઢવાની વાત કરી કોઈ માણસ શોધી આપવાની વાત કરી હતી. આ કામ થાય તો રૂા. ૧૦ લાખ આપવાની પણ ઔપચારિક વાત થઈ હતી. આ દરમ્યાન લેબમાં સામાન્ય સેમ્પલ કલેક્શનનું કામ કરતાં મુસ્તુફા અને મોઈન બંન્ને મિત્રો હતાં અને વારંવાર મળતાં હતાં. મિત્રાચારીમાં મુસ્તુફાએ મોઈનને કામ અપાવવા અથવા સાલુ કંઈક કરવું છે અને ડોન બનવું છે. તેવું મહેચ્છા વ્યક્ત કરી હતી. મુસ્તુફાની જરૂરીયાત અને કંઈક અંશે નાદાનીયત દેખી મોઈને મુસ્તુફાને જ મોહરો બનાવ્યો હતો.અને ઝુઝર લોખંડવાલા પાસે થયેલ વાત મુજબ મુસ્તુફાને કરતાં મુસ્તુફા આ કામ કરવા તૈયાર થઈ ગયો હતો ત્યાર બાદ આ સમગ્ર હત્યાકાંડનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

સમગ્ર હત્યાકાંડ પૂર્વઆયોજીત ષડયંત્ર રૂપી કાવતરું:સમગ્ર હત્યાકાંડમાં ચાર આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યું

સમી સાંજે ભર બજારમાં થયેલી હત્યાકાંડમાં કોન્ટ્રાક્ટ કીલીંગનો મામલો સામે આવ્યો છે જેમાં કુલ ચાર આરોપીઓના નામ બહાર આવ્યાં છે જેમાં મહોમંદ ઉર્ફે ઝુઝર ઈસ્માઈલભાઈ લોખંડવાલા જેઓ સોપારી આપનાર (રહે. મુળ રાજસ્થાન અને હાલ દાહોદ આવી રહેનાર), નાઓએ મોઈન હમીદખાન પઠાણ (માળીના ટેકરા, કસ્બા, દાહોદ) તો સોપારી લેનાર તરીકે મોઈન હમીકખાન પઠાણ અને આ હત્યાના કાવતરામાં રેકી કરી વિગતો આપવામાં કાળુ ઉર્ફે ફહદ રીઈશ રીઝવી (રહે. ગોધરા રોડ, દાહોદ) ના નામો ખુલવા પામ્યાં છે. હત્યાનો બનાવ બન્યો ત્યારે મોઈન અને ફહદ રીઝવી બંન્ને જે વિસ્તારમાં હત્યા બની તે વિસ્તારમાં જ જાેવા મળ્યાં હતાં અને પોલીસે ટેકનીકલ સોર્સના આધારે બંન્નેની હાજરી નોંધી હતી.તો હત્યા કરનાર મુળ મુસ્તુફા શેખ મળી કુલ ચાર આરોપી હાલ પોલીસ ચોંપડે નોંધાંવવા પામ્યાં છે. મળતી જાણકારી મુજબ અન્ય આરોપીઓ પણ પોલીસની રડારમાં હોવાનું અને ટુંક સમયમાં તેમને પણ ઝડપી પાડવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

હત્યાકાંડ ને અંજામ આપવા હત્યારાઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી રેકી કરી હતી: છેલ્લી ઘડીએ યુનુસભાઇએ રસ્તો બદલતા હત્યા કરવાની જગ્યા બદલાઈ.

પહેલીવાર ગુન્હાના ઈતિહાસમાં પગ મુકનારા ડોન બનવાની મહેચ્છા રાખનારા મુસ્તુફાએ રેકી કર્યાં પછી નિર્ધારિત સ્થળે હત્યા કરવાને બદલે અન્ય સ્થળે હત્યા કરી હોવાનું પોલીસની પુછપરછમાં જણાવ્યું હતુ.જેમાં છેલ્લા અઠવાડિયાથી મોઈન કાળુએ હત્યા કરાયેલ યુનુસની સમગ્ર રોજીંદી અવર જવર, આવન જાવન,તેની બેઠક – ઉઠકની રેકી કરી તેની રજેરજની વિગત મુસ્તુફાને આપી હતી. તેને આધારે તેનો અભ્યાસ કરી મુસ્તુફાએ યુનુસને પતાવી નાંખવાનું નક્કી કર્યું હતું જાે કે, આ સમગ્ર હત્યાકાંડના કાવતરામાં મરણ જનાર યુનુસને તેના ઘર નજીક આવેલી હુસેની મસ્જીદ નજીક પતાવવાનું નક્કી થયું હતું.અને તે હિસાબે મુસ્તુફા યુનુસની પાછળ પાછળ આવતો હતો આ દરમ્યાન મોઈન અને કાળુ ઉર્ફે ફહદ નક્કી કરેલા કોર્ડવર્ડ મુજબ વર્તવાનું શરૂં કર્યું હતું. યુનુસ તેની ઘરેથી નીકળે ત્યારે તેની જાણ મુસ્તુફાને ફોનના ઈશારે કરવાનું નક્કી કરાયું હતું પરંતુ યુનુસના ઘર નજીક વલ્લભ ચોક ખાતે જાેગાનુ જાેગ ટ્રાફિક જામ મળતાં યુનુસ જેવો વળવા ગયો રીક્ષા, માટીના ઢગલા અને અન્ય ભીડભાડને કારણે મુસ્તુફાની ગાડી યુનુસની ગાડી સાથે ટકરાઈ હતી ેક ટકરાવી હતી. આજ બાબતનો લાભ લઈ મુસ્તુફાએ ઝઘડો તકરાર કરી અકસ્માતનું કારણ આગળ ધરી ઉપરા છાપરી યુનુસનું ઢીમ ત્યાજ ઢાળી દીધું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મુસ્તુફાએ ઘટનાના દિવસે મોઇનના ઘરેથી ચાકુ લાવી ઘટનાને અંજામ આપ્યો.

હત્યામાં વપરાયેલ ચાકુ મુસ્તુફાના ઘરે મુકવાની જગ્યા ન હોય એ ચક્કુ મોઈનના ઘરે મુકવામાં આવ્યું હતું.અને જે દિવસે હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે સમયે મુસ્તુફા મોઈનના ઘરેથી ચપ્પુ લઈને આવ્યો હતો.અને આમ, ડોન બનવાના સપના દેખતાં મુસ્તુફાએ થોડાક પૈસાની લાલચમાં સમગ્ર ઘટનાને અંજામ આપી અને પોતાની મહેચ્છાને પુર્ણ વિરામ આપી દીધો હતો જાે કે, પ્રથમવારજ ગુન્હો આચરતાં અને કોઈ લાંબી ગણતરી ન ધરાવતાં મુસ્તુફાએ પોતાની ઘરનું સંચાલન કરવાનું અને પોતાના ઘરે સીધુ પાણી પહોંચાડવાની હૈયાધરપત પણ મેળવી હતી ત્યારે મોઈને અને ઝુઝર લોખંવાલાએ આ સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાઈ દઈ અને અમારૂ નામ પોલીસમાં નહીં આપે તો તારા ઘરે અમે સીધુ સામાન પહોંચાડીને જવાબદારી લેવાનું સ્વીકાર્યું હતું.

10 લાખના કોન્ટ્રાક્ટ કિલિંગ સોદામાં એક પણ રૂપિયાની લેવડ દેવડ ના થઈ..

 

૧૦ લાખના કોન્ટ્રાક્ટમાં ઉલ્લેખનીય બાબત એ છે કે, સમગ્ર હત્યાકાંડ સર્જાઈ ગયો ત્યાં સુધી કોઈપણ રોકડ રકમની લેવડ દેવડ થઈ નથી પરંતુ માત્ર નક્કી થયું હતું જાે કે, મોઈનને લોખંડવાલા જુજુરે રૂા. ૫૦ હજાર આપવાના હતાં તે રકમ આ સોપારી પેટે એડવાન્સમાં ગણી લેવાનું જુજરે મોઈનને જણાવ્યું હતું તો પોતાના મિત્ર અને કામની માંગણી કરતાં મુસ્તુફાને કેટલી રકમ આપવાની હતી તે પણ જણાવ્યું ન હતું. મુસ્તુફાના મગજમાં સવાર ડોન બનવાની ભાવનાએ આ આંધણુપણું કરાયું હોવાનું મુસ્તુફાએ પોલીસને જણાવ્યું હતું.

 યુનુસભાઈ અને ઝૂઝર લોખંડવાળા વચ્ચે છેલ્લા 10 વર્ષથી ચાલતા જમીની તકરાર તેમજ વિવાદો યુનુસભાઇની મોતનું કારણ બન્યા.

આ સમગ્ર હત્યાકાંડમાં સોપારી આપનાર જુજર લોખંડવાલા તેમજ મરણ જનાર યુનુસ વચ્ચે ૨૦૧૨થી એટલે કે, છેલ્લા ૧૦ વર્ષથી જમીન સંબંધી તકરારો તેમજ વિવાદો ચાલી રહ્યાં હતાં જે અંતર્ગત કેટલાય કેસો નામદાર તેમજ પોલીસ મથકે નોંધાંવવા પામ્યાં હતાં. ત્યારે હાલમાં જ યુનુસ સામેના કેસમાં ચાર દિવસ અગાઉ એક કેસમાં જજમેન્ટ આવ્યું હતું જે બાદ કંટાળેલા જુજર લોખંડવાલાએ યુનુસનું કાસણ સદાય માટે કાઢી નાંખવા માટે મનોમન નક્કી કરી અને સોપારી આપવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!