ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામમાં ૨૭ દિવસથી પાણી માટે રઝળપાટ : નલ સે જલ યોજના માત્ર કાગળ પર
સંતરામપુર તા.28
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકના ચુથાના મુવાડા ગામના લોકોને ૨૭ દિવસથી પીવાનું પાણી નથી મળ્યું હાલ ગામમાં બે હેડપંપ છે જેમાં પણ પાણી માટે મોટી લાઈનો લાગે છે ગ્રામજનો ને એક કિલોમીટર દૂરથી પાણી ભરવા જવું પડે છે. ગામના તળાવ પણ ખાલીખમ છે બોર કુવાના તળ નીચે ગયા છે ગામમાં પીવાના પાણીની ખુબ મોટી સમસ્યા છે.
રાજ્ય સરકાર વિકાસની મોટી-મોટી વાતો કરી રહી છે “નળ સે જલ”… “હર ઘર જલ” જેવી વાતો માત્ર કાગળ પર હોય તેવું માલુમ પડી રહ્યું છે ચુથાના મુવાડા ગામની અંદાજીત ચાર હજાર જેટલી વસ્તી છે ગામમાં રાજપૂત, બારીઆ લોકોની વસ્તી છે ગામ ખુબ વિકાસશીલ, સ્વચ્છ અને શિક્ષિત છે ગ્રામજનો દ્વારા અવાર-નવાર પાણીપુરવઠા તેમંજ પાણી જૂથ યોજનાના ઇજનેર ને અનેક વખત રજૂઆત કરવા છતા અહી છેલ્લા ૨૭ દિવસથી એક પણ દિવસ પીવાનું પાણી નથી મળ્યું કયાંક ને કયાંક મોટર બગડી છે કાલે મળી જશે તેવા નિર્થક આસવાસન મળી રહ્યા છે. ગામનો યુવા વર્ગ નોકરી અર્થે બહાર રહે છે કેટલાક પરિવારના માત્ર ઘરડા લોકો જ ગામમાં રહે છે હાલ તેઓ ને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે ઘરડા લોકો ને આજે ૮૪ વર્ષની ઉમરે પણ હેડપંપ દ્વારા પાણી ખેચવાનો વારો આવ્યો છે. સરકારની તમામ યોજના માત્ર કાગળ પર હોય તેમ જાણે અવાર-નવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતા બોદુ આસવાસન આપવામાં આવી રહ્યું છે.
ગામના ખેડૂતો હાલ પશુપાલન પર નિર્ભર છે ત્યારે મુંગાઢોર ને પાણી પીવડાવવા માટે સવારે ચાર વાગ્યાથી હેડપંપ ખેચવાનો વારો આવ્યો છે ગામમાં પાણી ને લાઈન કેટલાય પશુપાલકો દ્વારા પોતાના પશુઓને વેચી દેવાનો વારો આવ્યો છે પાણી ન હોવાના કારણે હાલ ગ્રામ જનો આર્થીક રીતે પણ પાયમાલ બન્યા છે ગામ લોકો પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવા મજબુર બન્યા છે લોકોને વાપરવાનું પાણી તો દૂર પરંતુ પીવાનું પાણી પણ માંડ માંડ મળી રહ્યું છે ત્યારે પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તેવો જીલ્લા વહીવટીતંત્ર અને સરકાર પાસે લોકો આશા રાખી રહ્યા છે