
રાહુલ ગારી, ગરબાડા
ગાંગરડીમાં લવ જેહાદ..!!
લઘુમતી કોમનો યુવક સંગીર વયની હિન્દુ યુવતીને ભગાડી જતા સ્થાનિકોમાં રોષ: સમગ્ર પંથક જડબેસલાક બંધ,
ગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાં લઘુમતી કોમનો યુવક એક સંગીર વયની હિન્દૂ યુવતીને ભગાડી લઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા ગાંગરડી બંધનું એલાનના પગલે ગાંગરડી ગામ સજ્જડ બંધ રહેવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના રહેવાસી અને છેલ્લા પાંચ વર્ષથી પોતાના સગાવહાલાના ત્યાં રહેતો રાજા ઉર્ફે સુફિયાન સત્તાર પટેલ નામનો મુસ્લિમ યુવક હિન્દૂ યુવતીને ભગાડી લઇ જતા ગામવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલો લવ જેહાદ જોડે સંકળાયેલો હોવાથી હિન્દુ સંગઠનો દ્વારા ગાંગરડી બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેના પગલે ગાંગરડી ગામમાં સવારથી ધંધા-રોજગાર બંધ રહેવા પામ્યું છે. ક્યારે ગાંગરડી સંપૂર્ણ બંધના પગલે પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા બંને યુવક યુવતીની શોધખોળ આદરી દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.