ઇલ્યાસ શેખ સંતરામપુર
સંતરામપુર તાલુકાના ઉંબેર ગામે 75 વર્ષ જૂનો બ્રિજ જોખમી બન્યો..
સંતરામપુર તા.23
સંતરામપુર તાલુકાના આવેલા ઉંબેર ગામ સંતરામપુરથી ગોધરા સુધી તમામ વાહનો નાના-મોટા 24 કલાક આજ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે. બ્રિજ ઉપરથી વાહનો પસાર થતાં બ્રિજ નીચેથી પોપડા ઉખડીને નીચે પડતા હોય છે.અને મોટા વાહનો પસાર થતાં જ બ્રિજમાંથી અવાજ આવતો હોય છે.થોડા સમય અગાઉ જ આ બ્રિજની બંને બાજુ સાઈડો તૂટી ગયેલી જોવાઇ રહી છે.આઝાદી વખતે બનાવેલો આ બ્રિજ ધીરે ધીરે તેનું આયુષ્ય ઘટતું ગયું છે.અને જોખમ વધી રહ્યું છે. ગમે ત્યારે પણ મોટી દુર્ઘટના પણ બની શકે છે.માત્ર પસાર થવા માટેનો વાહનોને પસાર થવા માટેનો માત્ર એક બ્રિજ છે. જ્યારે વાહનોની સંખ્યા વધી જતા બ્રિજની પહોળાઈ ઓછી પડતી હોય છે.એક સાથે બે વાહનો પસાર કરી શકતા નથી અને ભારે વાહનો પસાર થવા માટે અઘરું બનતું હોય છે મોટી ટ્રકો બસ ટ્રાવેલ શો અન્ય વાહનો અહીંયા થી પસાર થતા હોય છે. આ જગ્યા બ્રિજ ઉપર અત્યાર સુધી કોઈ ધ્યાન આપ્યું જ નથી સ્ટેટ વિભાગ દ્વારા આ બ્રિજ ઉપર એકવાર મુલાકાત લેતો કે આ બ્રિજ કેટલો જોખમી કારક બનેલો છે. વર્ષોથી આ જ પરિસ્થિતિમાં જોવાઇ રહ્યો છે. સ્ટેટ વખત બંધાયેલો હોવાથી સ્થિતી ગંભીર જોવાઇ રહી છે.અને સૌથી વધારે અકસ્માત સર્જાતા હોય છે આખું બ્રિજ જર્જરિત હાલતમાં દેખાય રહ્યો છે.
