
શબ્બીર સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના સુખસર તેમજ સંજેલી માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરાયું..
સંજેલી /ફતેપુરા તા.23
ફતેપુરા તાલુકાના સુખસર મુકામે અને સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ગામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુખસરના 48 વેપારીઓને અને સંજેલી ના ૭૩ વેપારીઓને સ્થળ પર લાયસન્સ આપવામાં આવ્યા
ફતેપુરા તાલુકાના સુખસર મુકામે અને સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ગામે દાહોદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોરાક અને ઔષધીય નિયમન તંત્રના અધિકારી શ્રી તડવી સાહેબ તેમજ ખરાડી રાઠવા સોલંકી સાહેબ તેમજ તેમની ટીમ હાજર રહી વેપારીઓના ડોક્યુમેન્ટ તપાસ કરી સ્થળ પર જ જે તે વેપારીઓને લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે ફતેપુરા તાલુકાના સુખસર મુકામે આવેલ વેપારીઓને 48 લાયસન્સ તેમજ સંજેલી તાલુકાના સંજેલી ના 73 વેપારીઓ મળીને કુલ 121 વેપારીઓને ખોરાક અને ઔષધો નિયમન તંત્ર દ્વારા લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવેલ હતા દાહોદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા યોજાયેલ કેમ્પ ને સફળતા મળેલ હતી