
. ગૌરવ પટેલ :- લીમખેડા
દાહોદ:ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો ફેરવેલ પ્રોગ્રામ તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ માં યોજાયો.
લીમખેડા તા.23
ધોરણ 12 અને ધોરણ 10 ની પરીક્ષા 28 મી માર્ચ થી શરૂ થઇ રહી છે ત્યારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા માં વિદાય સમારંભ નો આયોજન કરવામાં આવ્યું હતું.
શાળામાં દીપ પ્રાગટ્ય કરી ને કાર્ય ક્રમ ની શરૂઆત કરવામાં આવી.ત્યાર બાદ મોટીવશનલ સ્પીચ શાળા ના આચાર્ય દ્વારા આપવામાં આવી.
સાથે જ દરેક વિદ્યાર્થીઓ એ પોતાના અનુભવો રજૂ કર્યા અને બધાએ એક બીજા ની બેસ્ટ wishes આપ્યા.
વિદ્યાર્થીઓ દ્વારા તીર્થ શાળા શ્રેષ્ઠ શાળા છે તેવા સંસ્મરણો વાગોળી ને દરેક ને શ્રીફળ,પેન અને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા.
આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ ચિરાગભાઈ શાહ દ્વારા દરેક વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.