Tuesday, 03/12/2024
Dark Mode

સંતરામપુર નરસિંગપુર દબાણ કેસમાં જમીન દલાલ અને ભૂમાફિયાઓ છેતરાયેલા 37 મકાન માલિકોની જિંદગીભરની કમાયેલી પૂંજી દાવ પર.. હવે કોણ સાંભળશે?

May 2, 2023
        821
સંતરામપુર નરસિંગપુર દબાણ કેસમાં જમીન દલાલ અને ભૂમાફિયાઓ છેતરાયેલા 37 મકાન માલિકોની જિંદગીભરની કમાયેલી પૂંજી દાવ પર.. હવે કોણ સાંભળશે?

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર નરસિંગપુર કેસમાં જમીન દલાલ અને ભૂ માફિયાઓ છેતરપંડી કરતાં 37 મકાન માલિકો ની જિંદગીભરની કમાયેલી પૂંજી દાવ પર હવે કોણ સાંભળશે?

સંતરામપુર તા.02

સંતરામપુર નરસિંગપુર દબાણ કેસમાં જમીન દલાલ અને ભૂમાફિયાઓ છેતરાયેલા 37 મકાન માલિકોની જિંદગીભરની કમાયેલી પૂંજી દાવ પર.. હવે કોણ સાંભળશે?

 

આજે મામલતદાર કચેરીમાં મામલતદારના આદેશ મુજબ 37 પ્રકાર માલિકો અરજી સાથે રજૂ થયા હતા પરંતુ જમીન દલાલો પ્લોટીંગ દરમિયાન સરકારી રેકોર્ડમાં 53 પૈકી અને 64 પૈકી મકાન માલિકોને સાતબાર નકલ અને દસ્તાવેજ કરી આપેલા હતા પરંતુ સરકારી રેકોર્ડમાં છેડછાડ કરીને 43 બની જગ્યા જે સરકારી અને ખરાબ છે તે 53 પૈકી અને 64 પૈકીનો સર્વે નંબરનો દસ્તાવેજ કરી 37 મકાન માલિકો સાથે છેતરપિંડી કરવાનું બહાર આવ્યો આશ્ચર્યજનક વાત એ છે કે 53 પૈકીના પ્લોટ અને 64 પૈકીના પ્લોટ અત્યારે કઈ છે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયેલો છે વહીવટી તંત્ર દ્વારા ભૂતકાળમાં સર્વે નંબરમાં અને રેકોર્ડમાં છેડછાડી દરમિયાનમાં તલાટી રેવન્યુ મામલતદાર આમ તમામને ભુ માફિયાઓ અધિકારીઓના ટાંચમે લઈને 37 મકાન માલિકો સાથે છેતરપંડી કરવાનો બહાર આવ્યો 43 બ સરકારી સર્વે નંબર જમીનમાં 53 અને 64 પૈકી સર્વે નંબરનો કઈ રીતે સમાવેશ થયો અને કોને ઇશારે થયો સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો જો સરકારી તંત્ર તપાસનો વિષય બન્યો છે.

નરસિંહપુરના 37 મકાનોના માલિકોને નોટિસો પાઠવી પુરાવો રજૂ કરવા સમય આપવામાં આવેલ છે ડેપ્યુટી કલેકટરના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે :- ડીઆર સંગાડા મામલતદાર

37 મકાન માલિકોને આપેલી નોટિસના આધારે નિર્દોષ વ્યક્તિઓ આજે મામલતદાર કચેરીમાં કલાકો સુધી મામલતદારને જવાબ કરવા માટે અને અરજી આપવા માટે આવી પહોંચેલા હતા.આધાર પુરાવા માટે 9 તારીખ નો સમય આપવામાં આવ્યો અને જણાવવામાં આવેલું કે કલેક્ટરશ્રીના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં કોઈપણ પ્રકારનો તમે બાંધકામ કરી શકો નહીં પરંતુ અમે પ્લોટીંગ કરનાર પર તપાસ ઉભી કરીને કાર્યવાહી કરીશું...

અમને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવામાં આવેલ છે :- માનાભાઈ વાગડિયા નર્સિંગપુર રહેવાસી

સંતરામપુર અમને વિશ્વાસમાં રાખીને પ્લોટીંગ કરનાર 64 પૈકી અને 53 પૈકીમાં 7 12 ની નકલ સાથે પાકા દસ્તાવેજ સાથે પ્લોટ આપવામાં આવેલો હતો પરંતુ ૪૩ બ સરકારી જમીનમાં છે એ અમને ખબર નથી ને અંધારામાં રાખેલા છે અમારી સાથે છેતરપિંડી કરી છે અમે એમની સામે પણ અમારો નિકાલ નહીં કરે તો છેતરપિંડીનો ગુનો દાખલ કરાવીશું અમારી જિંદગીભરની પુંજી દાવ પર લાગેલી છે અમને નિર્દોષ માણસોને ફસાવવામાં આવેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!